રાજકોટ
News of Monday, 17th May 2021

રાજકોટમા વાવાઝોડાની સુરક્ષ રૂપે નદી કાંઠા વિસ્તારમાં ચેતવણી અપાઇ જરૂર પડ્યે સ્થળાંતર તૈયારી

રાજકોટ : આજે સાંજે 'તૌકતે' વાવાઝોડાની અસરરૂપે ભારે થી અતિભારે વરસાદની આગાહીના પગલે મનપાના ફાયર એન્ડ ઈમરન્સી વિભાગે સવારથી આજી નદી કાંઠા વિસ્તારમાં પૂરની સંભાવનાઓના પગલે માઈક દ્વારા લોકોને સુરક્ષિત રીતે રહેવા અને પુરતી વ્યવસ્થા રાખવા બાબતે ચેતવણીઓ આપવાનું ચાલુ કરી દેવાયુ છે : ભારે વરસાદ પડે અને નદીમાં પૂર આવે તો ૭૦૦ થી ૮૦૦ લોકો સ્થળાંતર કરવા માટે સ્કુલો, જ્ઞાતિ સમાજની વાડીઓ વગેરેમાં વ્યવસ્થાઓ રાખવામાં આવી છે : શહેરના જંગલેશ્વર, રૂખડીયા, રામનાથપરા વગેરે વિસ્તારોમાં પાણી ભરાવાની શકયતા હોય આ વિસ્તારોમાં ચેતવણીરૂપે પગલા લેવાઈ રહ્યા છે : આ ઉપરાંત દરેક ફાયર સ્ટેશનોમાં બોટ, રબર બોટ, ટ્યુબ, દોરડા વગેરે સાધન સામગ્રીઓ સાથે રેસ્કયુ ટીમ રેડ એલર્ટ સ્થિતિમાં રાખી દેવાઈ હોવાનું અધિકારીઓએ જણાવ્યુ હતું.

(10:32 am IST)