રાજકોટ
News of Monday, 17th May 2021

'તૌકતે'ના આગોતરા આયોજન અર્થે અધિકારીઓ સાથે સમીક્ષા

રાજકોટઃ મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગરથી રાજયના જિલ્લા વહિવટીતંત્ર સાથે સમિક્ષા યોજી હતી. જેમાં તૌકતે વાવાઝોડાની વર્તમાન સ્થતિએ આગોતરા આયોજન અંગે જિલ્લાના અધિકારીશ્રીઓ સાથે વિસ્તારથી સમિક્ષા કરી હતી. રાજકોટ ખાતે ઉર્જા મંત્રીશ્રી સૌરભભાઇ પટેલની ઉપસ્થિતીમાં જિલ્લાની સમિક્ષા કરવામાં આવી હતી. જેમાં મુખ્યત્વે કોવીડ હોસ્પીટલ, ઓકસીજન, વિજપુરવઠો, અસર થનાર ગામોના લોકોના સલામત સ્થળાંતર માટેની વ્યવસ્થા વગેરે બાબતોની તલસ્પર્શી વિગતોથી મુખ્યમંત્રીશ્રીને માહિતગાર કરાયા હતા. બેઠકમાં પીજીવીસીએલના ચેરમનશ્રી શાહમિના હુસેન, ડો.રાહુલ ગુપ્તા, કલેકટરશ્રી રૈમ્યામોહન, પોલીસ કમિશ્નરશ્રી મનોજ અગ્રવાલ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી અનીલ રાણાવસીયા, મ્યુનિસીપલ કમિશ્નર ઉદીત અગ્રવાલ પીજીવીસીએલના એમ.ડી શ્રી શ્વેતા તીઓટીયા, વિભાગીય નગરપાલીકા કમિશ્નર સ્તુતી ચારણ વગેરે સંબંધીત વિભાગોના વરિષ્ઠ અધિકારીશ્રીઓ ઉપસ્થીત રહયા હતા.

(10:33 am IST)