રાજકોટ
News of Monday, 17th May 2021

રાજકોટમાં ગઇરાત્રે ત્રાટકેલા મીની વાવાઝોડાને કારણે ૩૪ ફીડર બંધ થતા અનેક વિસ્તારોમાં વિજ પૂરવઠો ખોરવાયો

૫ ફીડર યુધ્ધના ધોરણે ચાલુ કરી દેવાયા : ૨૯ ફીડરોનું રીપેરીંગ કરી વિજ પુરવઠો શરૂ કરવા ટેકનીકલ ટીમો દોડાવાઇ

રાજકોટ તા. ૧૭ : સૌરાષ્ટ્રના સાગરકાંઠે ગઇકાલે રાત્રે ૮ થી ૯ વાગ્યે તૌકતે વાવાઝોડાની અસરરૂપે રાજકોટમાં ગઇરાત્રે મીની વાવાઝોડુ ત્રાટકતા શહેરમાં ૩૪ ફીડરો બંધ થતાં અનેક વિસ્તારોમાં વિજળી ગુલ થઇ ગઇ હતી. જોકે ૬ ફીડરો તાત્કાલિક શરૂ કરી દેવાયેલ બાકીના ૨૯ ફીડરો ચાલુ કરવા કવાયત શરૂ કરાઇ છે.

આ અંગેની વિગતો મુજબ રાજકોટ શહેરમાં આજે સાંજે ૮ થી ૯ વાગ્યા વચ્ચે તૌકતે વાવાઝોડાની અસરને કારણે આવેલ અતિભારે પવન અને વરસાદ સાથેના કુલ ૩૪ ફીડર ટ્રીપ / બંધ થયેલ. જેમાં ૫ ફીડર તુરંત જ કાર્યરત થયેલ. જયારે ૨૯ ફીડરમાં પીજીવીસીએલ ની ટેકનીકલ ટિમ દ્વારા ફોલ્ટ રીપેરીંગની કાર્યવાહી યુદ્ઘના ધોરણે ચાલુ હોય ટૂંક સમયમાં જ વીજ પુરવઠો કાર્યરત થઈ જશે.

જે ફીડરો બંધ થયા હતા. તેમાં H T-1 કુલ ૬ ફીડર વણીયાવાડી ફીડર, કૈલાશ ફીડર, એન્જલ ફીડર, ત્રિવેણી ફીડર, સામાણી ફીડર, રામદૂત ફીડર, (આજી ઇન્ડ. એરિયા) તથા H T-2   કુલ ૪ ફીડર ગાયકવાડી ફીડર, ગોંડલ રોડ ફીડર, કાલાવડ રોડ ફીડર, મહાદેવવાડી ફીડર તેમજ H T-3 કુલ ૧૯ ફીડર નિજાનંદ ફીડર, ભવનાથ ફીડર, ભારત સ્ટીલ ફીડર, મુરલીધર ફીડર, રાધિકા ફીડર, ગ્રીનલેન્ડ ફીડર, મેંગો માર્કેટ ફીડર, અર્જુન ફીડર, જલદીપ ફીડર,વિશ્વેશ્વર ફીડર, રોલેકસ ફીડર, પુનિત ફીડર, ન્યારી ફીડર, ઓમનગર ફીડર, વિરાટ ફીડર, ઉપવન ફીડર, સુપર ફીડર વિગેરેનો સમાવેશ થાય છે.

(11:45 am IST)