રાજકોટ
News of Monday, 17th May 2021

વાવાઝોડા સંદર્ભે રાજકોટની વિવિધ સંસ્થાઓ સાથે મીટીંગ યોજના રાહુલ ગુપ્તાઃ ર લાખ ફુડ પેકેટો માટે તૈયારીઓ શરૂ

૧૦૦ થી ૧૧૦ કી.મી. ઝડપે પવન ફુંકાવાની ચેતવણીઃ લોકોને કાચા મકાનોમાંથી ખસી જવા અપીલ : રાજકોટ અને અન્ય જીલ્લામાં મોકલાશેઃ સમગ્ર જીલ્લામાંથી સવારે રીપોર્ટ મેળવાયો

રાજકોટ તા. ૧૭ :.. અરબી સમુદ્રમાં ઉઠેલા વાવાઝોડા સંદર્ભે રાજકોટ જીલ્લા કલેકટર શ્રી રેમ્યા મોહન અને નોડલ અધિકારી ડો. રાહુલ ગુપ્તાએ સાવચેતી-સ્થળાંતર - સ્ટાફની કામગીરી અંગે ધડાધડ નિર્ણયો લીધા છે. વિગતો મુજબ નોડલ અધિકારીશ્રી રાહૂલ ગુપ્તાએ રાજકોટની વિવિધ સંસ્થાઓ સાથે ગઇકાલે બેઠક યોજી ફુડ પેકેટ અન્ય રાહત સામગ્રી અંગે ચર્ચા -વિચારણ કરી હતી, અને જરૂર પડયે ર લાખ ફુડ પેકેટો બનાવવા અંગે તૈયારીઓ શરૂ કરી દેવાઇ છે, આ ફુડ પેકેટો અને અન્ય રાહત સામગ્રી રાજકોટ જીલ્લામાં અને અન્ય જીલ્લામાં જે તે કલેકટરની ડીમાન્ડ સંદર્ભે અને સરકારની સુચનાઓ મુજબ મોકલાશે. આજે સમગ્ર જીલ્લામાંથી પણ રીપોર્ટ મેળવાયો હતો. દરમિયાન વાવાઝોડા સંદર્ભે પવનની ઝડપ કલાકના ૧પ૦ કિ. મી. ની અને રાજકોટ તથા આસપાસ જીલ્લામાં ૧૦૦ થી ૧૧૦ કિ.મી.ની ઝડપની ચેતવણી સંદર્ભે લોકોને કાચા મકાનો - જર્જરીત મકાનોમાંથી ખસી જવા કલેકટરશ્રી રેમ્યા મોહને અપીલ કરી છે.

(3:12 pm IST)