રાજકોટ
News of Monday, 17th May 2021

વાવાઝોડાની આસપાસના સેન્ટરોમાં ૮ થી ૧૦ ઈંચ વરસાદ ખાબકશે

વાવાઝોડુ આજે મોડીરાત્રે કે કાલે વ્હેલી સવારે વેરાવળ - મહુવાની વચ્ચે લેન્ડફોલ કરશે : આ મહિનાના અંતિમ સપ્તાહમાં અરબ સાગરમાં વધુ એક મજબૂત સિસ્ટમ્સ થવાની શકયતા : રિતસરનું મેઘતાંડવ સર્જાશે, અકલ્પનીય વરસાદ જોવા મળશે : સૌરાષ્ટ્ર - કચ્છમાં ઝાપટાથી માંડી ભારે થી અતિભારે વરસાદ પડશે

રાજકોટ : વેધરની એક ખાનગી સંસ્થા જણાવે છે કે વાવાઝોડું સૌરાષ્ટ્રના દરિયા કાંઠાના વિસ્તાર ઉપર આજે મોડી રાત કે વહેલી સવારે ટકરાશે..પોરબંદર થી મહુવા વચ્ચે (વેરાવળ કોડીનાર આસપાસ) લેન્ડફાલ કરશે.એ સમયે પવનો ની ઝડપ અંદાજે ૧૫૦ કિ.મી. થી ૧૬૦ કિ.મી.ની હશે. આંચકા ના પવનો૧૭૫ કિ.મી. આસપાસ જોવા મળી શકે છે. વાવાઝોડુ દક્ષિણ સૌરાષ્ટ્રમાં ટકરાયા બાદ મધ્ય અને ઉતર સૌરાષ્ટ્ર તરફ આગળ વધી ને તા.૧૮ સુધી માં ઉતર ગુજરાત વાયા રાજસ્થાન તરફ ગતિ કરશે...  વાવાજોડાની અસર સ્વરુપ સૌરાષ્ટ્રના ગીર સોમનાથ જુનાગઢ તેમજ  લાગુ પોરબંદર વિસ્તાર, અમરેલી તેમજ લાગુ ભાવનગર વિસ્તાર તેમજ રાજકોટ સુરેન્દ્રનગર અને મોરબી તેમજ લાગુ જામનગર જીલ્લામાં વધુ ભારે અસર કરશે. સિસ્ટમ્સ ક્રમશઃ જેમ જેમ આગળ વધતી જશે તેમ તેમ પવનોની ઝડપ ઘટતી જશે. જનરલી વિસ્તાર પ્રમાણે ૭૫/૮૫ કિ.મી. થી ૧૭૫ કિ.મી. સુધીના આંચકાના પવનો જોવા મળી શકે. સિસ્ટમ્સ પણ ક્રમશઃ નબડી પડતી જશે. એકંદરે સૌરાષ્ટ્ર કચ્છના મોટાભાગના વિસ્તારમાં ઝાપટા હળવો મધ્યમ ભારે ભારેથી અતિભારે વરસાદ ની શક્યતા ગણાય.

આ જણાવેલ જીલ્લા ના વિસ્તારો માં  ભારે અતિભારેથી અતિભારે વરસાદ જોવા મળશે..જે વિસ્તાર વાવાજોડા સેન્ટરની આસપાસ હડફેટ આવશે એવા વિસ્તારો માં ૨૦૦ મી.મી. થી ૩૦ મી.મી. સુધી વરસાદ જોવા મળી શકે છે.રીતસર નું તિવ્ર પવનો સાથે મેધતાંડવ, અકલ્પનિય વરસાદ જોવા મળશે. જ્યારે ઉતર ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં હળવો મધ્યમ ભારેથી અતિભારે વરસાદ જોવા મળી શકે છે.. ઉ.ગુજરાતના વિસ્તાર ઉપરથી વાવાઝોડુ પસાર થશે તેની આસપાસના વિસ્તારોમાં વરસાદનું પ્રમાણ વધૂ રહેશે..

વાવાઝોડુ વધુ મજબુત હોય હવામાન વિભાગ દ્વારા આપવામાં આવતી સુચનાઓ મુજબ અનુસરવું તેમજ જાન માલ ની તકેદારી રાખવી....

ચાલુ માસના આખરી સપ્તાહમાં અરબ સાગરમાં વધુ એક મજબુત સિસ્ટમ્સની શક્યતા છે..એ પણ સૌરાષ્ટ્ર તરફ આગળ વધશે.

(4:19 pm IST)