રાજકોટ
News of Monday, 17th May 2021

વાવાઝોડાને અતિગંભીર કેટેગરીમાં મુકતું હવામાન વિભાગઃ ૨૫ વર્ષ બાદ દરિયાકિનારે લાગ્યુ ૧૦ નંબરનું સિગ્નલ

અમરેલીના જાફરાબાદ, ગીર સોમનાથના વેરાવળ- માંગરોળમાં ૧૦ નંબરનું સિગ્નલ

રાજકોટઃ કોરોના વાયરસ સામે લડતા ગુજરાતના માથે વાવાઝોડાનું ખૂબ જ મોટું સંકટ આવીને ઊભું થયું છે. ત્યારે આ વાવાઝોડાએ હવે ગતિ વધારી છે. તેજીથી ગુજરાત તરફ તે આગળ વધી રહ્યું છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા આ વાવાઝોડાને અતિ ગંભીર કેટેગરીમાં મૂકી દેવામાં આવ્યું છે.

આ વાવાઝોડાને કેટેગરી ચારમાં રાખવામાં આવ્યું છે અને આ કેટેગરીમાં ૨૨૫ થી ૨૭૯ કિમી ઝડપે પવન ફૂંકાય છે. હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાત્રે વાવાઝોડું ગુજરાતને ટકરાવાનું છે. ગુરજરાતમાં ૨૫ વર્ષ બાદ દરિયાકિનારે ૧૦ નંબરનું સિગ્નલ આપી દેવામાં આવ્યું છે.

આ વાવાઝોડાનું સંકટ કેટલું મોટું છે તે તેના પરથી જાણી શકાય છે કે ગુજરાતના દરિયાકિનારે બંદરો પર ૨૫ વર્ષ બાદ ૧૦ નંબરનું સિગ્નલ આપી દેવામાં આવ્યું છે તથા પોરબંદર તથા દ્વારકામાં પણ આઠ નંબરનું સિગ્નલ આપી દેવામાં આવ્યું છે.

(4:20 pm IST)