રાજકોટ
News of Monday, 17th May 2021

સિવિલ હોસ્પિટલ તંત્ર પણ સંભવીત વાવાઝોડા સામે સતર્કઃ ૫૦ ઇમર્જન્સી બેડની સુવિધાઃ તબિબી અધિક્ષક રાતભર હોસ્પિટલમાં રોકાશે

રાજકોટઃ સંભવીત વાવાઝોડા સામે તમામ તંત્રો સજ્જ થયા છે ત્યારે પીડીયુ સિવિલ હોસ્પિટલ તંત્ર પણ સજ્જ થઇ ગયું છે. સિવિલ હોસ્પિટલમાં ટ્રોમા અને રેલ્વે હોસ્પિટલના પીડીયુમાં ૫૦ બેડ ઇમર્જન્સી માટે પેન્ડીંગ રાખવામાં આવ્યા છેઃ એડી. સુપ્રિ. પીઆઇયુ વિભાગ અને કલેકટર તથા નાયબ કલેકટર સાથે ખાસ મિટીંગ યોજવામાં આવી છેઃ કદાચ વિજળી ગુલ થાય તો જનરેટર ચાલુ કરવું પડે, એ માટે જનરેટરમાં ડિઝલની વ્યવસ્થા કરી લેવામાં આવી છેઃ ચોૈધરી હાઇસ્કૂલમાં ઉભા કરાયેલા ડોમ-મંડપ હટાવી લેવામાં આવ્યા છેઃ વર્ગ ૧ થી ૪ના તમામ કર્મચારીઓની રજા કેન્સલ, બધાને હેડકવાર્ટરમાં રહેવા સુચના અપાઇ છેઃ તબિબી અધિક્ષક ડો. આર. એસ. ત્રિવેદી આખી રાત સિવિલ હોસ્પિટલમાં જ રહેશેઃ ગાંધીનગરથી દર બે કલાકે વિડીયો કોન્ફરન્સમાં માહિતી પુરી પડાશેઃ ફાયરની ટીમને સાથે રાખી મોકડ્રીલ પણ કરવામાં આવી છેઃ ડો. આર. એસ. ત્રિવેદી, એડી. સુપ્રિ. ડો. હેતલ કિયાડા, ડો. પંકજ બુચ, ડો. મુકેશ પટેલ, ડો. કમલ ગોસ્વામી સહિતની ટીમે સિવિલ હોસ્પિટલમાં રાઉન્ડ લગાવી પાણીનો ભરાવો ન થાય તે સહિતની માહિતી મેળવી હતી.

(4:24 pm IST)