રાજકોટ
News of Monday, 17th May 2021

પંચાયતના તલાટીઓને ૭ર કલાક ફરજનું ગામ ન છોડવાની સૂચના

ખેત મજૂરોને ખેતરોમાંથી સલામત સ્થળે ખસી જવા સુચનાઃ આરોગ્ય-કૃષિ વગેરેની ટીમ ખડેપગેઃ તાલુકાવાર મુલાકાત લેતા ડી.ડી.ઓ.

રાજકોટ તા. ૧૭ :.. વાવાઝોડાની પરિસ્થિતિને અનુલક્ષીને જિલ્લા આરોગ્ય અધિકારી અનિલકુમાર રાણાવાસિયાએ પંચાયતના આરોગ્ય, કૃષિ, પશુપાલન વગેરે વિભાગોને સાબદા કર્યા છે. આજે એક પછી એક તાલુકાની મુલાકાત લઇ રહ્યા છે. પંચાયતના તમામ તલાટીઓને આગામી ૭ર કલાક સુધી ફરજનું ગામ ન છોડવા માટે સુચના અપાયેલ છે. શિક્ષકો, આચાર્ય, વિસ્તરણ અધિકારી, સરપંચ વગેરેને જવાબદારી સોંપવામાં આવી છે.

ડી.ડી.ઓ.ના જણાવ્યા મુજબ ખેત મજૂરોને ખેતરોમાંથી સલામત સ્થળે ખસી જવા સુચના અપાયેલ છે. જરૂરીયાત મુજબ લોકોનું સ્થળાંતર કરાવાઇ રહ્યુ છે. આરોગ્ય વિભાગ, પશુપાલન વિભાગ, કૃષિ વિભાગ વગેરેને વાવાઝોડા અને વરસાદની સંભવિત અસર સામે જરૂરી સાધન-સામગ્રી સાથે સજ્જ રહેવા જણાવાયું છે.

(4:25 pm IST)