રાજકોટ
News of Tuesday, 17th May 2022

પૂ.મુનિરાજશ્રી યોગહર્ષ વિજયજી મ.સા.ની શુક્રવારે વડી દીક્ષા

વર્ધમાનનગર સંઘના આંગણે દિક્ષા મહોત્‍સવ બાદ :પૂ. આ. દે. વિજય હર્ષશીલ સૂરી. મ.સા. આદી સંત-સતીજીઓની પાવન નિશ્રા

રાજકોટ, તા. ૧૭ :  જેઓની પ્રવજયા પ્રદાન સ્‍વરૂપ નવાનિક નિર્વદપથ મહોત્‍સવમાં સમસ્‍ત રાજકોટ મહાનગરમાં અપૂર્વ શાસનપ્રભાવના થયેલ તે મુમુક્ષરત્‍ન સંઘના કુલ દિપક નિસર્ગકુમાર હિતેનભાઇ શાહ (ઉ.૧૮) કે જેઓ પ્રવજયા પ્રદાન બાદ શાસન પ્રભાવક પૂ. આચાર્ય દેવ શ્રીમદ વિજય હર્ષશીલ સુરીશ્વરજી મ.સા.નાં શિષ્‍યરત્‍ન પૂ. મુનિરાજશ્રી યોગહર્ષ વિજયજી મહારાજ તરીકે સુંદર સંયમની સાઘના કરી રહ્યા છે. તેઓશ્રીજીની સંયમજીવનની ઉપસ્‍થાપના સ્‍વરૂપ પંચમહાવ્રત આરોપણની મંગળવિધિ સ્‍વરૂપ વડીદીક્ષાનો પાવન અવસર વર્ધમાનનગર સંઘનાં આંગણીયે પ્રથમવાર જ ઉપસ્‍થિત થયો છે.

આ પ્રસંગે મંગળ નિશ્રા - પૂ. આચાર્ય દેવ શ્રીમદ વિજય હર્ષશીલ સુરીશ્વરજી મ. પૂ. ગણિવર્ય શ્રી હેમતિલક વિજયજી મ.સા. પૂ. મુનિ પ્રવર શ્રી કુમુકુદચંદ્ર વિજયજી મ.સા. આદિ શ્રમણ વૃંદ તથા પૂ. સાધ્‍વીજી શ્રી દિવ્‍યગિરાશ્રીનું મ.સા. પૂજય સાધ્‍વીજી શ્રી મોક્ષનંદિતા શ્રીજી મહારાજ આદી શ્રમણીવૃંદ પ્રદાન કરશે.

આ અવસરે મંગલ કાર્યક્રમ વૈશાદ વદ પ, શુક્રવારે તા. ર૦ ના રોજ સવારે પ.૧પ કલાકે વડી દીક્ષાની મંગલ વિધિનો પૂણ્‍ય પ્રારંભ, ૬-૧પ કલાકે મંગલમુહુર્તે મહાવ્રત ઉચ્‍ચારણ, ૭-૧પ કલાકે પૂજયશ્રીજી દ્વારા મંગળ હિત શિક્ષા પાંચ મહાવ્રતોની સુરક્ષા. સંગીત - પ્રતાપભઇ શાહ પીરસશે. સવારે ૮ કલાકે નવકારશી, સાંજે ૭ કલાકે સંધ્‍યા ભકિતનો મંગળ કાર્યક્રમ  પરમહિત ભકિત મંડળ રજૂ કરશે.

 તેમ  શ્રી જૈન મૂ. પૂ. તપગચ્‍છ જૈન સંઘ ટ્રસ્‍ટ, વર્ધમાનનગર, પેલેસ રોડની યાદીમાં જણાવાયું છે.

(3:29 pm IST)