રાજકોટ
News of Tuesday, 17th May 2022

ઓટો રીક્ષામાં T નંબર લખાવવા કાલે ટોઇંગ સ્‍ટેશન શિતલ પાર્ક ખાતે કેમ્‍પ

સલામત-સવારીનું શુત્ર સાર્થક કરવા ટ્રાફીક પોલીસ દ્વારા ઝૂંબેશ

રાજકોટ તા. ૧૭ : શહેરના ઇ.પોલીસ કમિશ્નર ખુરશીદ અહેમદની સુચનાથી ડી.સી.પી. પ્રવીણકુમાર ઝોન-૧ના માર્ગદર્શન હેઠળ શહેર ટ્રાફીક પોલીસ દ્વારા ઓટો રીક્ષામાં મુસાફરી કરતા નાગરીકો સાથે છેતરપીંડી ખીસ્‍સા કાતરૂ મોબાઇલ ફોન તથા અન્‍ય કિંમતી સામાનની ચોરી, ચીલઝડપ, લૂંટ/ધાડ મહિલા/બાળકોની છેડતી અને અપહરણ જેવા ગંભીર પ્રકારના બનાવો ન બને તે જાહેર જનતાની સલામતી જળવાઇ રહે તે માટે ઓટો રીક્ષામાં મુસાફરોનો ઓટોરીક્ષા નોંધણી નંબર, વાહન ચાલકનું નામ/ સરનામું અને પોલીસ કંટેલ,રૂમનો સંપર્ક નંબર સહેલાઇથી જોઇ શકે તે રીતેનું આયોજન કરવાના હેતુસર શહેરની હદ વિસ્‍તારમાં ચાલતી તમામ ઓટો રીક્ષાઓમાં મુસાફરો સહેલાઇથી જોઇ શકે તે રીતે ચાલકની શીટની પાછળના ભાગે રીક્ષાનો રજીસ્‍ટ્રેશન નંબર, વાહન ચાલકનું નામ સરનામું સંપર્ક નંબર ફરજીયાત લખવા અંગે રાજકોટ શહેર ટ્રાફીક શાખા દ્વારા બાકી રહેલ ઓટો રીક્ષાઓમાં રીક્ષાના પાછળના ટી નંબર લખાવવા માટે તા.૧૯/પ/ર૦રર ના રોજ ‘ટોઇંગ સ્‍ટેશન શીતલ પાર્ક એરપોર્ટ દિવાલ' ખાતે શરૂ થનાર છે.ટી નંબર લગાવેલ ન હોય તેવી તમામ રીક્ષા ચાલકોએ જરૂરી કાગળો સાથે લાવી ફરજીયાત ટી નંબર લખવાનો રહેશે અને રીક્ષાની અંદરના ભાગે જયા પેસેન્‍જર સીટની સામે સાઇટ રિક્ષાના ડ્રાઇવરનું નામ રિક્ષાના માલીકનું નામ રીક્ષા સ્‍ટેન્‍ડનું નામ ડ્રાઇવરના મોબાઇલ નંબર લખાવાના ફરજીયાત રહેશે ટી નંબર લખેલ નહી હોય તેવી રીક્ષા વિરૂધ્‍ધ શિક્ષાત્‍મક કાર્યવાહી કરવામાં આવશે તેમ ટ્રાફીક શાખા મદદનીશ પોલીસ કમિશ્નર મલ્‍હોત્રાની યાદીમાં જણાવેલું છે.(૬.૨૮)

 T નંબર નહિ લખાવનાર રિક્ષા

ચાલાક વિરૂધ્‍ધ કાર્યવાહી કરાશે

ગુર્જર કડિયા જ્ઞાતિની 

બેઠક યોજાશે

શ્રી ગુર્જર ક્ષત્રિય  કડિયા જ્ઞાતિ આયોજીત શ્રી શ્‍યામ મંદિર સમિતિની કારોબારીને પ વર્ષ પૂર્ણ થતા તા.૧૫ના રાત્રે ૯-૦૦ કલાકે જનરલ બાર્ડની મીટીંગ રાખેલ છે. સમિતિના કારોબારી સભ્‍યો, શ્‍યામ મંદિરના સભ્‍યો તેમજ જ્ઞાતિજનોએ હાજરી આપવી. અરવિંદભાઇ રાઠોડ (પ્રમુખ) દ્વારા વિનંતી કરાઇ છે.

(3:32 pm IST)