ઓવરફલો થવામાં આજી ૧.૭૦ ફુટ અને ભાદરમાં ૩ ફુટ નું છેટુ
છેલ્લા ચોવીસ કલાકમાં આજી-૧માં ૦.૩૯ તથા ભાદરમાં ૦.૩૩ ફુટની નવા નીરની આવકઃ ન્યારી છલોછલ
રાજકોટ તા. ૧૭: શહેર-જીલ્લામાં શ્રાવણીયો માહોલ છવાયો છે છેલ્લા સાત દિવસથી મેઘકૃપા વરસી રહી છે. ત્યારે શહેરના પાણી વિતરણના આધાર સ્તંભ સમો આજી-૧ અને ભાદરમાં છેલ્લા ચોવીસ કલાકમાં ૦.૩૯ ફુટ સુધી નવા નીરની આવક થઇ હતી.જયારે ન્યુ રાજકોટને પીવાનું પાણી પુરૂ પાડતા ન્યારી ડેમ-૧માં ત્રણ દિવસ પહેલા કુલ સપાટી ૨૫.૦૯ ફુટ ે પહોંચતા ૩ દરવાજા ખોલવામાં આવતા ડેમની હાલની સપાટી ૨૪.૩૦ ફુટે પહોંચી છે.
મ્યુ.કોર્પોરેશનની સતાવાર યાદીમાં જણાવ્યા મુજબ ઉપરવાસમાં થયેલા વરસાદને કારણે છેલ્લા ૨૪ કલાકમાં આજી-૧માં ૦.૩૯ ફુટ નવુ પાણી આવતા આ ડેમની સપાટી ૨૭.૩૦ ફુટે પહોંચી છે. ડેમમાં જળ જથ્થો ૮૧૦ એમ.સી.એફ.ટી સંગ્રહીત થયો છે. જયારે ન્યારી-૧મા હાલની સપાટી ૨૪.૩૦ ફુટ છે અને ડેમમાં જળ જથ્થો ૧૧૧૨ એમ.સી.એફ.ટી સંગ્રહીત થયો છે.
આ ઉપરાંત ભાદર-ડેમમાં ૦.૩૩ ફુટ નવુ પાણી આવતા આ ડેમની સપાટી ૩૧ ફુટ પહોંચી છે.ડેમમાં જળ જથ્થો ૫૨૫૨એમ.સી.એફ.ટી સંગ્રહીત થયો છે.
આમ શહેરને પાણી પુરૂ પાડતા ત્રણ-ત્રણ ડેમોમાં નવાનીર આવતા તંત્ર વાહકોના હૈયે ઠંડક પહોંચી છે. (૨૮.૧)
શહેરને પીવાનું પાણી પુરૂ પાડતા જળાશયોની સ્થિતિ
ડેમનું નામ |
નવુ પાણી |
હાલની સપાટી |
કુલ સપાટી |
|
ફૂટમાં |
ફૂટમાં |
ફૂટમાં |
આજી-૧ |
૦.૩૯ |
૨૭.૩૦ |
૨૯ |
ન્યારી-૧ |
- |
૨૪.૩૦ |
૨૫.૦૯ |
ભાદર |
૦.૩૩ |
૩૧ |
૩૪ |