રાજકોટ
News of Wednesday, 17th August 2022

સૌરાષ્ટ્રના સિંહણ, તીર્થસ્વરૃપા, વચન સિધ્ધિકા પૂ. શ્રી ઇન્દુબાઇ મ.સ. તીર્થધામમાં સોનલ સદાવ્રત સમારોહ સંપન્ન

જન્માષ્ટમીના તહેવારો નિમિતે અનેક વસ્તુઓનું વિતરણ કરાયુ

રાજકોટ તા. ૧૬ :.. ગો. સંપ્ર.ના સૌરાષ્ટ્રના સિંહણ બા. બ્ર. પૂ. શ્રી ઇન્દુબાઇ મહાસતીજી તીર્થધામમાં કાલે સવારે ભવ્યાતિભવ્ય સ્વધર્મી બંધુઓને તેલ-ખાંડ - ગોળ-મમરા-પૌવા-ઘઉંનો લોટ, મકાઇના પૌવા, છાસ, ટોપરા પાક, ચવાણું.

આદિ વસ્તુઓનું વિતરણ થયેલ હતું. અનેક દિલાવર દાતાઓના સૌજન્યથી દરેક સીઝનને અનુરૃપ વસ્તુઓ અપાય છે.

આ પ્રસંગે દાતાઓ, આગેવાનો, શ્રેષ્ઠીવર્યોએ હાજર રહી અનુમોદના કરી હતી. દર ર૦ તારીખે સોનલ સારવાર સહાય  આયોજન ચાલે છે. જેમાં દરેકને વિનામુલ્યે  બધી જાતની દવા પણ અપાય છે. નાલંદા તીર્થધામ એટલે સન અને સત્યનો ઓટલો છે. પૂ. મોટા સ્વામીની સાધનાભૂમિ તપોભૂમિ, પ્રેરણાભૂમિ આશિર્વાદ ભૂમિ જેમનું નામ લેતાં પણ પાપ ધોવાય તેવા તીર્થધામમાં માના ધામે હમણાં જ પર્યુષણ પર્વ પ્રસંગે વિવિધ ધર્માનુષ્ઠાનોમાં માનવ મહેરામણ ઉમટી પડશે.

(3:19 pm IST)