રાજકોટ
News of Wednesday, 17th August 2022

રાધેશ્યામ ગૌશાળામાં લોકડાયરો ચોપડા વિતરણ

રાજકોટઃ આઝાદી કા અમૃત મહોત્સવ હેઠળ હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત રાજય નાટક અકાદમી ગાંધીનગરના આર્થિક સહયોગથી શ્રી ઓમ શિવમ યુવાગ્રુપરાજકોટ પ્રસ્તુત દેશભકિતના શોર્ય ગીતો રજુ કરતો લોક ડાયરો રૈયા રોડ, રામાપીર ચોકડી પાસે, રાધેશ્યામ ગૌશાળા ખાતે ગોવિંદભાઇ પટેલધારાસભ્યશ્રી, રાજકોટ દક્ષિણ વિભાગ૭૦, તથા દિપપ્રાગટય રાજય કક્ષાના સાંસદ સભ્ય શ્રીરામભાઇ મોકરીયા, અતિથિ વિશેષ તરીકે શ્રીકલ્પકભાઇ મણીયાર, પૂર્વ ચેરમેન શ્રી રાજકોટ નાગરીક સહકારી બેન્ક લી., નાફકબ ન્યુ દિલ્હીના પ્રેસિડેન્ટ જયોતિન્દ્રભાઇ મહેતા(મામા) મેયર શ્રી પ્રદિપ ડવ, ડેપ્યુટી મેયર શ્રી દર્શિતાબેન શાહ, રાધેશ્યામ ગૌશાળાના મહંત શ્રી રાધેશ્યામ બાપુની ઉપસ્થિતિમાં યોજાઇ ગયેલ હતો. ગુ.રા.સંગીત નાટક એકાદમીગાંધીનગરના અધ્યક્ષ શ્રી પી.આર.જોષી, અધિકારી શ્રીરમેશભાઇ બાગોરે શુભેચ્છા પાઠવેલ

લોકડાયરા કાર્યક્રમમાં ૩૫૦ વિદ્યાર્થીઓને ચોપડા સંસ્થા વિનામૂલ્યે તેમજ વડાપ્રધાન શ્રીનરેન્દ્રભાઇ મોદીના વૃક્ષો અર્પણ કરવામાં આવ્યા હતાં. આ લોકડાયરા કાર્યક્રમમાં સૌરાષ્ટ્રગુજરાતના ગાયક કલાકાર  સર્વશ્રી કૌશિક મહેતા, શ્રીચંદુભાઇ પટેલ, શ્રીસંગીતાબેન જોશી, શ્રીભાવેશ મેર, શ્રીકાંત પરમાર, સાજીંદાઓની ટીમ સાથે ભારે જમાવટ કરી હતી.

આ લોકડાયરા કાર્યક્રમને સફળ બનાવવા લોકગાયક કલાકાર શ્રીકૌશિક મહેતા, શ્રીદામજીભાઇ શીંગાળા, શ્રીબળવંત ગૌસ્વામી, શ્રીભાવેશ મેર, રેખાબેન અને કુ.નિરલ મહેતાએ જહેમત ઉઠાવેલ હતી.

(3:27 pm IST)