રાજકોટ
News of Wednesday, 17th August 2022

આ વર્ષે કોઇપણ જાતના ખેલ ન ખેલી સદર વિસ્તારના તાજીયા સંચાલકોએ શાંતિનો સંદેશ પાઠવેલ છેઃ જાહેર આભાર માનતી સદર તાજીયા કમિટી

શાંતિનો સંદેશ પાઠવેલ છેઃ જાહેર આભાર માનતી સદર તાજીયા કમિટી

રાજકોટ તા. ૧૬: સદર વિસ્તારના તાજીયા કમિટીના પ્રમુખ હબીબભાઇ ગનીબાપુ કટારીયા, ઉપપ્રમુખ હાજી હુસેનભાઇ માંડરીયા તથા મહામંત્રી એઝાઝબાપુ બુખારીની એક યાદીમાં જણાવાયું છે કે, આ વર્ષે પણ તાજીયાનો તહેવાર રાબેતા મુજબ ઉજવાયો છે. જેમાં દુધ કોલ્ડ્રીંક, સરબત, ન્યાઝરૃપે ખાસ હિન્દુ-મુસ્લિમ સાથે જમી શકે એ રીતનું આયોજન દરેક ન્યાઝે હુસેન સબીલ કમીટીએ કરેલ હતું. જેમાં ડ્રાયફ્રુટ, ભેળ, પાઉંભાજી, બટેટાની ચીપ્સ, ભજીયા, ગાંઠીયા, રગડો, પફ, આઇસ્ક્રીમના કોન, ગુલ્ફી, મીઠાઇ, લાડવા, પેંડા, ખીર, સ્ટીલ ઢોકળા, દાબેલી બ્રેડ, વડાપાંઉ, નાનખટાઇ, કેક, ચાઇનીઝ ભેળ, સાદો પુલાવ, ચોકલેટ, બીસ્કીટ, વેફર વગેરે લોકોને ન્યાઝરૃપે રાજકોટની હિન્દુ-મુસ્લીમ ધર્મપ્રેમી જનતાને વહેચાયેલ હતું.

આ ગવર્ષે તાજીયા દરમ્યાન ધમાલ/અખાડો જેમાં ચકકુદાવ, તલવાર દાવપેચ, સળગતા દાવપેચ, મોઢામાં સળીયા નાંખવા, શરીરે પર ટયુબલાઇટ ફોડવી જેવા સાહસીક દાવપેચો આ વર્ષે ન રમી તેમજ કોઇ જ પ્રકારના હથીયાર ન રાખી સદર વિસ્તારના તાજીયાએ એખલાસભરી શાંતિનો પૈગામ આપેલ છે.

પોલીસ તંત્ર દ્વારા બે-દિવસ ખડેપગે અને તટસ્થપણે પોતાની સેવાઓ બજાવી હતી. પોલીસ કમિશ્નરશ્રી રાજુ ભાર્ગવ ટ્રાફીક પોલીસ તેમજ હોમગાર્ડના જવાનો વિગેરે પોલીસ તંત્ર દ્વારા જે સાથ અને સહકાર આપેલ તેનો મ્યુનિસીપલ કોર્પોરેશનના કમિશ્નરશ્રી અમીત અરોરા બાગ-બગીચા વિભાગ ડાયરેકટર ગાર્ડન સુપ્રિન્ટેન્ડન્ટશ્રી લક્ષ્મણસિંહ ચૌહાણ, જાહીદભાઇ, સુરેશભાઇ, ફાયર બ્રિગેડના ભીખાભાઇ ઠેબા, ઢોર પકડ શાખાના બી. આર. જાકાસરીયા, હિતેશભાઇ પંડારીયા વિગેરે કોર્પોરેશન દ્વારા સાથ-સહકાર મળેલ. તેમજ પી.જી.વી.સી.એલ. (જી.ઇ.બી.) દ્વારા તાજીયાના રૃટમાં વાયર તેમજ કેબલ માટે સતત તાજીયાની સાથે રહેલ. જામટાવરના ડેપ્યુટી એન્જીનીયર જે. યુ. ભટ્ટ સાહેબ, પી.આર.ઓ. અતુલભાઇ વ્યાસ, જુનિયર ઇજનેર પી. એ. પટેલ વિજયભાઇ રાઠોડ તથા દેવરાજભાઇ પરમાર સમગ્ર તંત્રનો જાહેર આભાર માનવામાં આવે છે. રાજકોટની ધર્મપ્રેમી જનતાએ શ્રધ્ધા અને સંયમથી એખલાસ ભરી શાંતિ અને ભાઇચારા સાથે હિન્દુ-મુસ્લીમના બન્ને તહેવારોની ઉજવણી કરી હતી.

(4:05 pm IST)