રાજકોટ
News of Thursday, 17th September 2020

આંબેડકરનગરના મણીબેન સોલંકીનું બેભાન થયા બાદ મોત

રાજકોટ તા. ૧૭: આજી વસાહત આંબેડકરનગર-૬૧માં રહેતાં મણીબેન કરસનભાઇ સોલંકી (ઉ.વ.૬૧) નામના વૃધ્ધા ઘરે બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મોત નિપજ્યાનું તબિબે જાહેર કરતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો.

હોસ્પિટલ ચોકીના હેડકોન્સ. રણછોડભાઇ સબાડે જાણ કરતાં થોરાળાના પીએસઆઇ કે. કે. પરમારે જરૂરી કાર્યવાહી કરી હતી. મૃત્યુ પામનારને ચાર પુત્રી અને એક પુત્ર છે. હાર્ટએટેક આવી ગયાનું પરિવારજનોએ કહ્યું હતું.

ઇકબાલે હાથ ઉંચો કરતાં પંખામાં આવી ગયો

કોઠારીયા સોલવન્ટ નુરાનીપરા-૪માં રહેતો ઇકબાલ મયુદ્દીનભાઇ મલેક (ઉ.૩૦) જામનગર રોડ પર સસરાના ઘરે હતો ત્યારે આળસ મરડવા હાથ ઉંચો કરતાં પંખામાં આવી જતાં ગંભીર ઇજા થતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતાં ચોકીના સ્ટાફે ગાંધીગ્રામ પોલીસને જાણ કરી હતી.

(1:06 pm IST)