રાજકોટ
News of Thursday, 17th September 2020

ન્યારા બનશે વધુ ન્યારૂ : સદ્દગુરૂ આશ્રમના જીર્ણોધ્ધારનું કામ પૂર્ણતા તરફ ગતિમાન

રાજકોટ તા. ૧૭ : 'ન્યારા હોગા સબસે ન્યારા' શબ્દો એક સમયે ગુરૂદેવ પૂ. રણછોડદાસજી બાપુના મુખમાંથી સરી પડયા હતા તે હવે સાચુ બનવા જઇ રહ્યુ છે. આ નાના એવા રૂડા ગામમાં સદ્દગુરૂ આશ્રમના જીર્ણોધ્ધારનું કાર્ય છેલ્લા કેટલાક દિવસોથી ચાલી રહ્યુ છે. ખુબ જાણીતા ઇન્ટરીયર ડીઝાઇનર આર્કીટેક મનીષભાઇ રૂપારેલીયા દ્વારા સતત શ્રી હરીચરણદાસજી બાપુના માર્ગદર્શન હેઠળ પ્લમ્બીંગ, લાદી, ઇલેકટ્રીક, પીઓપી છત, કલર, પ્લાસ્ટર સહીતનું કામ આગળ વધારવામાં આવી રહ્યુ છે.

શ્રીરામયજ્ઞથી નાના એવા ન્યારામાં  આશ્રમનો પાયો નખાયેલો તે આજે મોટો આશ્રમ બનવા જઇ રહ્યો છે. આગામી ૨૦૨૫ ના ૧૦૦ વર્ષ બાપુની પ્રતિમા ન્યાર આશ્રમમાં  કયાય ઝાંખપ લાગે નહી અને જગતને શીખર બધ્ધ આશ્રમની અનુમતિ આપી તેમની ઉપસ્થિતીમાં જ ભુમિ પુજન કરાવાયુ હતુ. આશ્રમ તો કયારનો બની ગયો ગણાય. પરંતુ તેમા સૌ નિમિત બની શકે તે માટે અનુદાનની તક અપાઇ રહી છે. જેનો ગુરૂભકતો હોંશે હોંશે લ્હાવો લઇ રહ્યા છે. તન, મન, ધનથી સૌ સહયોગી બની રહ્યા છે.ખુબ ઝડપથી ચાલી રહેલ ન્યારા આશ્રમ જીર્ણોધ્ધારનુ કાર્ય હવે પૂર્ણતાના આરે છે. પૂ. બાપુ જે તારીખ, તીથી, વાર નકકી કરે ત્યારે આ નવુ સંકુલ ખુલ્લુ મુકાશે. જેના યજમાન પદે સદ્દગુરૂ સ્વામી હરીચરણદાસજી બાપુ બીરાજશે. ન્યારા ખાતેના જીર્ણોધ્ધારમાં પહેલા ૧૦ રૂમના ફર્નીચર ગુરૂભાઇ બહેનો સમક્ષ મુકતા ૩ દિવસમાં જોળી છલકાવી દેવાઇ. લાદી આશરે પ ટ્રકનો સહયોગ મળેલ છે. સહયોગી બનવા ઇચ્છુકો વધુ વિગત માટે મો.૯૮૨૫૪ ૨૪૬૦૪ ઉપર સંપર્ક કરી શકે છે.

(1:09 pm IST)