રાજકોટ
News of Thursday, 17th September 2020

કોંગ્રેસ કોરોના દર્દીઓની વ્હારે : સારવાર - સેવા માટે કંટ્રોલ રૂમ શરૂ

પ્રદેશ ઉપપ્રમુખ ડો. હેમાંગ વસાવડા અને શહેર પ્રમુખ અશોક ડાંગરની આગેવાની તળે કંટ્રોલરૂમ શરૂ

રાજકોટ તા. ૧૭ : શહેરમાં કોરોનાના દર્દીઓને સારવાર વગેરેમાં પડતી મુશ્કેલી અંગે કોંગ્રેસે કંટ્રોલ રૂમ શરૂ કરી દીધા છે.

આ અંગે પ્રદેશ કોંગ્રેસ ઉપપ્રમુખ ડો. હેમાં વસાવડાની યાદીમાં જણાવાયા મુજબ રાજકોટ શહેરમાં કોરોનાની બીમારી વ્યાપક થઇ છે. દર્દીઓને સારવાર લેવામાં, દાખલ થવામાં, દવા મેળવવામાં વિગેરેમાં ઘણી મુશ્કેલીઓ પડી રહી છે. સારવાર કરતા પ્રજાતંત્ર અને સરકાર વચ્ચે સેતુ થવા અને પ્રજાના પ્રશ્નો હલ કરવા, કોંગ્રેસ પક્ષ આજે કંટ્રોલ રૂમ શરૂ કર્યો છે.

આ અંગે વિગત આપતા રાજકોટ શહેર પ્રમુખ અશોકભાઇ ડાંગર અને ડો. હેમાંગ વસાવડાએ જણાવ્યું હતું કે, આ કંટ્રોલ રૂમમાં પ્રદેશ મહિલા અગ્રણી પ્રતિમાબેન વ્યાસ મો. ૮૧૪૦૩ ૬૦૦૦૦, હેલ્થ હેન્ડ હોસ્પિટલ કમિટિના ચેરમેન કાળુભાઇ ચુડાસમા મો. ૯૩૨૭૨ ૬૫૮૮૭, હેલ્થ એન્ડ હોસ્પિટલ કમિટિના મંત્રી ઘનશ્યામભાઇ મકવાણા મો. ૮૧૫૪૦ ૮૬૫૭૪, ઓબીસી સેલ પ્રમુખ (વોર્ડ નં. ૮) દિપેનભાઇ ગોહેલ મો. ૯૩૧૬૩ ૦૪૭૬૬ અને તેમજ સોશ્યલ મીડિયા સેલના જીજ્ઞેશભાઇ વાગડીયા મો. ૯૭૨૩૩ ૯૦૯૦૯, પ્રવિણભાઇ મૈયડ મો. ૯૮૯૮૫ ૦૮૨૭૨, મહેન્દ્રભાઇ શ્રીમાળી મો. ૯૮૨૪૧ ૭૯૯૦૯ વગેરે સેવા આપશે. આ ઉપરાંત રાજકોટ શહેર કોંગ્રેસ કાર્યાલયનો ફોન નં. ૭૫૭૫૦ ૭૬૯૭૭નો પણ સંપર્ક કરવા જણાવવામાં આવ્યું છે.

ઉપરોકત જણાવેલ નંબરો ચોવીસ કલાક કાર્યરત રહેશે અને કોઇપણ પ્રકારની ફરિયાદ આ નંબર ઉપર સાંભળવામાં આવશે. તથા તેનાં નિકાલની વ્યવસ્થા કરાશે. આથી કોઇપણ જાતની મુશ્કેલી પડતા, કોરોના દર્દીઓના સગા-વ્હાલાઓને ઉપરોકત નંબરોનો કોન્ટેક કરવા અપીલ કરવામાં આવે છે.

સારવારમાં ઇન્જેકશનોની તંગી

આ તકે ડો. હેમાંગ વસાવડાએ તથા કેમીસ્ટ એસો.ના પ્રમુખ મયુરસિંહ જાડેજાએ એક નિવેદનમાં આક્ષેપો કરતા જણાવ્યું હતું કે, કોરોનામાં જીવનરક્ષક તરીકે દર્દીને આપવામાં આવતા રામડેસીવીર ઇન્જેકશનની બજારમાં ભારે તંગી છે. આ ઇન્જેકશનો માત્ર સરકારી હોસ્પિટલોમાં જ અપાય છે ત્યારે મુખ્યમંત્રીના હોમ ટાઉનમાં આ ઇન્જેકશનોનો જથ્થો પહોંચાડવો હાલની સ્થિતિએ જરૂરી છે તેમ કોંગી આગેવાનોએ જણાવ્યું હતું.

(3:29 pm IST)