રાજકોટ
News of Thursday, 17th September 2020

વડાપ્રધાન નરેન્દ્રભાઇના સફળ નેતૃત્વમાં ભારતનો સર્વાંગી વિકાસ થયો

આજે જન્મદિનની શુભેચ્છા પાઠવતા મેયર સહિતના પદાધિકારીઓ

રાજકોટ,તા. ૧૭: વિકાસશીલ ભારતના પ્રણેતા અને લોકલાડીલા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના આજરોજ જન્મદિન નિમિતે દીર્દ્યાયુની શુભેચ્છા પાઠવતા મેયર બિનાબેન આચાર્ય, ડે. મેયર અશ્વિનભાઈ મોલીયા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ઉદયભાઈ કાનગડ, શાસક પક્ષ નેતા દલસુખભાઈ જાગાણી, શાસક પક્ષ દંડક અજયભાઈ પરમાર એક સયુંકત યાદીમાં જણાવે છે કે, ભારત દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સફળ નેતૃત્વમાં ભારત દેશનો સર્વાંગી વિકાસ થયો છે અને ભારત દેશ વિશ્વના નકશામાં અગ્રીમ હરોળમાં સ્થાન પામેલ છે. ભારત દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ભારત દેશના ગરીબો, વૃધ્ધો, મહિલાઓ, વિકલાંગો, નાના ધંધાર્થીઓ સહિતના દેશના તમામ વર્ગના લોકોના ઉત્કર્ષ માટે વર્ષો જુના કાયદાઓમાં અનેકવિધ સુધારાઓ લાવેલ છે. સાથોસાથ લોકોપયોગી અનેકવિધ સરકારી યોજનાઓ અમલમાં મૂકી છે.

દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વર્ષગાંઠના દિવસે ગુજરાત રાજયના ઇતિહાસમાં સૌ પ્રથમવાર રાજયના  મુખ્યમંત્રી વિજયભાઈ રૃપાણીના હસ્તે આજરોજ'મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના'નું ઈ-લોન્ચિંગ કરવામાં આવનાર છે. તેમ અંતમાં તેઓએ જણાવ્યું હતું.

(3:39 pm IST)