રાજકોટ
News of Thursday, 17th September 2020

શહેરના ૨૧ આરોગ્ય કેન્દ્રોમાં દરરોજ ૨૦૦૦ દર્દીઓની સારવાર - નિદાન

લોકો જુદી-જુદી બીમારીઓ સબબ વિનામૂલ્યે UHCની સેવા લ્યે છે : ઉદિત અગ્રવાલ

રાજકોટ તા. ૧૭ : હાલ કોરોના વાઇરસની મહામારી ચાલી રહી છે. કોરોનાના સંક્રમણને અટકાવવા માટે મહાનગરપાલિકા પણ ખડે પડે કામગીરી કરી રહી છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરીજનોને પોતાના ઘરથી નજીક જ સારવાર મળી રહે તેવા આશયથી શહેરમાં ૨૧ આરોગ્ય કેન્દ્ર કાર્યરત કરેલ છે, જયાં તમામ પ્રકારની સારવાર આપવામાં આવે છે. હાલ કોરોના વાઇરસ જેવી ગંભીર મહામારી ચાલી રહી છે મહાનગરપાલિકા દ્વારા તમામ આરોગ્ય કેન્દ્રમાં કોરોના અંગેની તપાસ વિનામુલ્યે કરવામાં આવે છે. જો કોઇ વ્યકિતને કોરોનાના કોઈપણ શંકાસ્પદ લક્ષણો જેવા કે શરદી, ઉધરસ, તાવ કે શ્વાસ લેવામ તકલીફ જણાયે તો ગભરાયા વગર નજીકના આરોગ્ય કેન્દ્ર ખાતે જઈને કોરોના અંગેનું ટેસ્ટીંગ કરાવવું જોઈએ, જો કોરોના રીપોર્ટ પોઝિટિવ આવે તો પ્રાથમિક તબક્કાથી જ સારવાર મેળવી શકાય, જેનું ઘણું સારૃં પરિણામ મળી રહ્યું છે. મનપાના ૨૧ આરોગ્ય કેન્દ્ર ખાતે દરરોજ ૨૦૦૦ થી વધુ લોકો અલગ અલગ બીમારી સબબ ચેકઅપ તેમજ સારવાર લેવા માટે આવે છે, તેમ મ્યુનિ. કમિશનર ઉદિત અગ્રવાલે જણાવ્યું હતું.

મ્યુનિ. કમિશનરશ્રી વધુ માહિતી આપતા જણાવ્યું હતું કે, રાજકોટ શહેરમાં કોરોનાને પ્રસરતો અટકાવવા માટે મનપા દ્વારા શ્રેણીબધ્ધ કામગીરી કરવામાં આવી રહી છે. મનપા સંચાલિત આરોગ્ય કેન્દ્ર ખાતે કોરોના સિવાયની અન્ય બીમારી માટે પણ વિનામુલ્યે નિદાન કરી જરૂરી દવાઓ પણ આપવામાં આવે છે. મનપા દ્વારા કોરોના સંબંધી કામગીરી તો થઇ જ રહી છે સાથોસાથ લોકોનો પણ બહોળો પ્રતિસાદ મળી રહ્યો છે. જેમ કે, લોકોને શંકાસ્પદ લક્ષણો જણાયે લોકો તુર્ત જ નજીક આરોગ્ય કેન્દ્ર ખાતે ચેકઅપ કરાવવા આવે છે. જેના કારણે જે લોકોને અન્ય બીમારીઓની સારવાર માટે સિવિલ હોસ્પિટલ જવું પડતું હતું તેવા લોકો હવે નજીકના મનપાના આરોગ્ય ખાતે સારવાર લઇ રહ્યા છે.

મ્યુનિ. કમિશનરે લોકોને નમ્ર અપીલ કરતા કહ્યું હતું કે, કોરોનાને ફેલાતો અટકાવવા માટે લોકો જાગૃત બને. પોતાનું અને પોતાના પરિવારના સ્વાસ્થ્ય માટે કોરોનાના લક્ષણો જણાયે તુર્ત જ ટેસ્ટીંગ કરાવો, જેનાથી પ્રાથમિક સ્ટેજમાંથી જ કોરોનાને મ્હાત આપી શકાય. સૌ સાથે મળીને રાજકોટને કોરોના મુકત બનાવીએ.

તમારા વિસ્તારમાં કયાં આરોગ્ય કેન્દ્ર છે ?

વોર્ડ નં.

  આરોગ્ય કેન્દ્રનું નામ

       આરોગ્ય કેન્દ્રનું સરનામુ

સદર આરોગ્ય કેન્દ્ર

શાસ્ત્રી મેદાન પાસે,  કુંડલીયા કોલેજની બાજુમાં

૨, ૩

જંકશન પ્લોટ આરોગ્ય કેન્દ્ર

રેલ્વે જંકશન સામે, વોર્ડ ઓંફીસની બાજુમાં

રામનાથપરા આરોગ્ય કેન્દ્ર

રામનાથપરા, શેરી નં.-૨૪

૧૩

નારાયણનગર આરોગ્ય કેન્દ્ર

નારાયણનગર,મેઈન રોડ,  ઢેબર રોડ ફાટક સામે

૧૪

અખિલ હિન્દ મહિલા પરિ. આ. કેન્દ્ર

લક્ષ્મીવાડી મેઈન રોડ, ગાત્રાળ ચોક

૧૭

ન્યુ રઘુવીર આરોગ્ય કેન્દ્ર

બાબરીયા મેઈન રોડ, રઘુવીર સોસાયટી

૧૭

હુડકો આરોગ્ય કેન્દ્ર

કોઠારીયા મેઈન રોડ, હરીઘવા રોડ, પોલીસચોકી સામે

ભગવતીપરા આરોગ્ય કેન્દ્ર

ભગવતીપરા શેરી નં.- ૫

મોરબી રોડ આરોગ્ય કેન્દ્ર

મોરબી રોડ, જકાતનાકા

આઈ. એમ. એ. આરોગ્ય કેન્દ્ર

પેડકરોડ, સંત જ્ઞાનેશ્વર સ્કૂલની બાજુમાં

કબીરવન આરોગ્ય કેન્દ્ર

કબીરવન સોસાયટી શેરી નં.-૧, સંતકબીર રોડ

રામ પાર્ક આરોગ્ય કેન્દ્ર

રામપાર્ક કોમન પ્લોટ, ભાવનગર રોડ

૧૫

સ્વ. ચંપકભાઈ વોરા આ. કેન્દ્ર

આંબેડકર નગર ગેઈટની બાજુમાં, ૮૦ ફૂટ રોડ, રાજકોટ

૧૬

પ્રણામી ચોક આરોગ્ય કેન્દ્ર

પ્રણામીચોક, સિયાણીમેઈન રોડ

૧૮

કોઠારીયા આરોગ્ય કેન્દ્ર

પારડી રોડ, કોઠારીયા ગામ

૧,૨

શ્યામ નગર આરોગ્ય કેન્દ્ર

બિલેશ્વર મંદિર પાસે, શ્યામનગર ૪/૫ નો ખૂણો, ગાંધીગ્રામ

વિજય પ્લોટ આરોગ્ય કેન્દ્ર

વિજય પ્લોટ મે. રોડ, આર.પી. ભાલોડિયા કોલેજ સામે

નાના મૌવા આરોગ્ય કેન્દ્ર

નાના મોવા ચોકડી પાસે

૯, ૧૦

નંદનવન આરોગ્ય કેન્દ્ર

નંદનવન સોસાં. ગાંધીગ્રામ પોલીસચોકી સામે

૧૧

મવડી આરોગ્ય કેન્દ્ર

મવડી ગામ દાદા મેકરણ ચોક, મવડી રોડ

૧૨

આંબેડકર નગર આરોગ્ય કેન્દ્ર

આંબેડકરનગર, ગોકુલધામ મેઈન રોડ, સમ્રાટ ઇન્ડસ્ટ્રીઝ એરિયા

(3:59 pm IST)