રાજકોટ
News of Friday, 17th September 2021

યુવા પેઢીમાં ભવ્ય સંસ્કૃતિ અને સંસ્કારનો વારસો જાળવવા મહિલા મિલન કલબ દ્વારા સતત ચાલતા પ્રયાસો કાબિલેદાદ : દીપશિખા ચૌધરી

યુટયુબ પર જેના ગીતો ધૂમ મચાવે છે તેવા જાણીતા સિંગર રીટાબેન ટીમ પર પ્રશંસાના પુષ્પો વેરે છે : મહિલા મિલન કલબ અને ઉત્કર્ષ સંસ્થા દ્વારા શ્રીનાથજી ઝાંખી, કાર્યક્રમમાં બાળકો બહેનોની પ્રતિભા ઊજાગર થઈઃ સમાજસેવી ઉદ્યોગપતિ ઘનશ્યામ મિશ્રા સહિત સમાજ સેવકોની સેવાઓનું સન્માન

રાજકોટ તા. ૧૭,  મહિલા મિલન કલબ અને  ચિલ્ડ્રન માટેની ઉત્કર્ષ સંસ્થા દ્વારા તાજેતરમાં શ્રીનાથજી ઝાંખી કાર્યક્રમ જાણીતા ભગવતાચાર્ય શાસ્ત્રી ભાવેશભાઈ પંડ્યા દ્વારા મંગળા આરતીથી લઇ તમામ દર્શન ભકિતભાવ ભર્યા પ્રસંગો સાથે કરવામાં આવેલ જે નિહાળી ભાવિકો ભાવવિભોર બન્યા હતા. ઉકત પ્રસંગે વિવિધ સંસ્થા દ્વારા ડાન્સ તથા આરતી સુશોભન કરવામાં આવેલ .    

યુ ટ્યુબ પર જેના ગીતો ખૂબ ધૂમ મચાવે છે તેવા જાણીતા સિંગર દીપશિખા ચૌધરી કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને ખાસ ઉપસ્થિત રહેલ.

 મહિલા મિલન કલબ દ્વારા દીપ શિખાબેન તથા તેમના પરિવાર અને જાણીતા ઉદ્યોગપતિ ઘનશ્યામ મિશ્રાજીનું બહુમાન કરવામાં આવેલ. જે ભકિત સોંગનું લોન્ચિંગ થયું તે સોંગ મહિલા મિલન કલબના સભ્ય બહેનોની લાગણી ધ્યાને રાખી લાઈવ સ્ટેજ પરથી રજૂ કરાતા દર્શકો દ્વારા તાળીઓના ગડગડાટથી વધાવી લેવામાં આવેલ.

 ઉકત પ્રસંગે સંસ્થાના સેવાકીય કાર્યો જેનો આર્થિક સહયોગ મળે છે તેવા દાતા અને શુભેચ્છકોનું બહુમાન અંકિત એસ્ટેટ વાળા દાતા દિલીપભાઈ સોમાયા, ગિરિરાજ હોસ્પિટલવાળા દાતા રમેશભાઈ ઠક્કર, જગદીશભાઈ ગણાત્રા, રીટાબેન કોટક, રંજનબેન પોપટ,  ભાવનાબેન શિંગાળા તથા ઉત્કર્ષ કલબના ભુપેન્દ્રભાઈ કોટક અને ચંદુભાઈ  રાયચુરા ,લતાબેન રાયચુરા, જ્યોતિબેન ગણાત્રા વીગેરે દ્વારા કરવામાં આવેલ. દીપશિખા બેન સહિતનાનું બહુમાન કરવામાં આવેલ તેમના નામો નીચે મુજબ છે.ચંદ્રિકાબેન જોષી, ભરતભાઈ લાખાણી, યોગેશભાઈ પાંચાણી, વિશ્વ હિન્દુ પરિષદના રાજકોટ વેસ્ટ ઝોનના નવ નિયુકત પ્રમુખ આલાપ બારાઇ, જાણીતા ડેન્ટિસ્ટ ડો. માધવી બારાઇ, જાણીતા ફિજિશ્યન ડો.દીપક રાયચુરા, દીપક વસાણી,અમિતભાઈ રૂપારેલિયા, કિરીટભાઇ રાજાણી, મીતાબેન રાજાણી, જ્યોત્સના બેન માણેક, રાજુભાઈ નથવાણી કિરીટભાઇ કુંડલિયા, અલકાબેન લાલ, રશ્મિબેન પંજવાણી, શોભનાબેન બાટવિયા, હર્ષાબેન ઠકરાર, જુલીબેન અનડકટ વિ.નો સમાવેશ છે. શ્રી જી બાવના દર્શનની અદભૂત ઝાંખી સાથે ભકિત ગીતો  તથા કલાત્મક નૃત્ય દ્વારા સંસ્થાની બહેનો બાળકો દ્વારા રજૂ થયેલ .લોકો મંત્ર મુગ્ધ બનેલ.

(3:13 pm IST)