રાજકોટ
News of Wednesday, 18th January 2023

પતંગ પર્વે એનીમલ હેલ્‍પ લાઇનના ફોનની ઘંટડી સતત રણકતી રહીઃ ઘવાયેલા ૬૦૦ થી વધુ પક્ષીઓને અપાયું જીવનદાન

દોરામાં ઉંચાઇએ ફસાયેલ પક્ષીઓને ડ્રોનની મદદથી લોકેટ કરાયાઃ વેટરનરી અને પેરા મેડીકલ ટીમની ખડે પગે સેવા

રાજકોટ, તા., ૧૮: રાજયભરમાં ઉતરાયણના તહેવાર ઉમંગપુર્વક ઉજવાતો હોય છે પરંતુ આ દરમિયાન પતંગની દોરીથી પક્ષીઓને ઇજા થવાના અને મૃત્‍યુ થવાના સંખ્‍યાબધ્‍ધ બનાવો બનતા હોય છે. આવા બનાવો નિવારવા તથા ઇજા પામેલ પક્ષીઓને બચાવવા માટે રાજય સરકાર દ્વારા જીવદયાપ્રેમી મુખ્‍યમંત્રશ્રી ભુપેન્‍દ્રભાઇ પટેલની પ્રેરણાથી કરૂણા અભિયાન શરૂ કરાયું હતું.

આ અભિયાન હેઠળ રાજયભરના તમામ જીલ્‍લા કલેકટરની તેમજ મ્‍યુનીસીપલ કમિશ્નરની દેખરેખ હેઠળ વન વિભાગ, પશુપાલન વિભાગ, શિક્ષણ વિભાગ, પોલીસ તંત્ર, એનીમલ વેલફેર બોર્ડ, જિલ્લા પ્રાણી અત્‍યાચાર નિવારણ સોસાયટી, વિવિધ ગૌશાળાઓ પાંજરાપોળો, વિદ્યુત બોર્ડ અને રાજયભરમાં પથરાયેલ વિવિધ જીવદયાપ્રેમી સંસ્‍થાઓ વચ્‍ચે સંકલન સાધી સઘનપણે પક્ષીઓને બચાવવાની કામગીરી સુઆયોજીત ઢબે હાથ ધરાઇ હતી.

આખો દિવસ જુદા જુદા વિસ્‍તારોમાંથી પક્ષીઓ ઇજાગ્રસ્‍ત થયાના ફોન એનીમલ હેલ્‍પલાઇનમાં સતત રણકતા રહયા હતા. જો કે કરૂણા અભિયાનને લઇને તેમજ તંત્રની કડક કાર્યવાહીને લઇને અને લોકોની સંવેદના વધુ જાગૃત થઇ હોવાના કારણે ગત વર્ષ કરતા ઓછા કેસ આ વખતે સારવારમાં આવ્‍યા હતા. સાજા થઇ ગયેલા પક્ષીઓને ફરીથી મુકત ગગનમાં વિહાર માટે છોડી મુકાયા હતા. તા.૧૪ અને તા.૧પ એમ બે દિવસમાં ૫૨૦ જેટલા કબુતર, ર પેલીકન, ર બગલા, ૧ કોયલ, ૧ સમડી, ૪ ચામાચીડીયા એમ સમગ્રપણે ૬૦૦ થી વધુ અબોલ જીવો પતંગોની દોરીથી ઘસાઇને સારવારાર્થે લવાયા હતા. ડ્રોનથી પણ ઉંચાઇ પર ફસાયેલા પક્ષીઓને લોકેટ કરી તેમને રેસ્‍કયુ કરવામાં આવ્‍યા હતા. એનીમલ હેલ્‍પલાઇન દ્વારા ઘર પર, ટેરેસ પર, ઓફીસ પાસે, વીજળીના થાંભલા પર, જાહેર સ્‍થળોએ લટકતા દોરા પક્ષીઓ માટે ફાંસીના ગાળીયા સમુ કામ કરે છે. જે હટાવી લેવા સંવેદનાસભર અપીલ કરી છે.

રાષ્‍ટ્રસંત નમ્ર મુની મહારાજે ઉપસ્‍થિત રહી કેમ્‍પને આશીર્વાદ પાઠવ્‍યા હતા અને શ્રી કરૂણા ફાઉન્‍ડેશન ટ્રસ્‍ટ-એનીમલ હેલ્‍પલાઇન રાજકોટની જીવદયા પ્રવૃતીને બિરદાવી હતી.

આ પ્રસંગે ગુજરાત સરકારના પશુપાલન મંત્રી રાઘવજીભાઇ પટેલે પણ ઉપસ્‍થિત રહી કેમ્‍પનાં વિવિધ વિભાગોમાં જાત નીરીક્ષણ કરી ડોકટરો તથા કાર્યકર્તાઓ તથા સંસ્‍થાની પ્રવૃતિની ખુબ જ બારીકાઇથી નોંધ લઇ પ્રવૃતીને બિરદાવી હતી.

આ કંટ્રોલરૂમની મુલાકાતે રાજકોટના જીવદયા પ્રેમી પુર્વ મુખ્‍યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી, પુર્વ કેન્‍દ્રીય મંત્રી ડો.વલ્લભભાઇ કથીરીયા, ધારાસભ્‍ય ડેપ્‍યુટી મેયરશ્રીમતી ડો. દર્શીતાબેન શાહ, ધારાસભ્‍ય શ્રી રમેશભાઇ ટીલાળા, મેયર ડો. પ્રદીપ ડવ, શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઇ મીરાણી, જૈન સોશ્‍યલ ગૃપ રાજકોટ યુવા તથા સાથી ટીમ રાજકોટ મહાજનશ્રીની પાંજરાપોળની ટીમ પણ ખાસ ઉપસ્‍થિત રહયા હતા.

મકર સંક્રાંતીએ પતંગનાં દોરાથી ઘવાયેલા પક્ષીઓની સારવાર માટે કરૂણા અભિયાન-ર૦ર૩ અંતર્ગત કંટ્રોલ રૂમનો રાજકોટનાં  જીવદયા પ્રેમી કલેકટર અરૂણ મહેશ બાબુ તથા ડી. ડી. ઓ. દેવ ચૌધરીનાં માર્ગદર્શનમાં યોજાયો હતો. જેમાં ભારત સરકારનાં પશુપાલન અને ડેરી મંત્રાલય, નેશનલ એડવાઇઝરી કમીટીના મિતલ ખેતાણી, એનીમલ હેલ્‍પલાઇનનાં પ્રતિક સંઘાણી, રમેશભાઇ ઠકકર, ધીરૂભાઇ કાનાબાર, ઘનશ્‍યામભાઇ ઠકકર, એડવોકેટ કમલેશભાઇ શાહ, રજનીભાઇ પટેલ, વિષ્‍ણુભાઇ ભરાડ, ગૌરાંગભાઇ ઠકકર, પારસભાઇ મહેતા, ચંદ્રકાન્‍તભાઇ શેઠ તથા સાથી ટીમ પણ ખાસ ઉપસ્‍થિત રહી સહકાર આપ્‍યો હતો.

કરૂણા અભિયાનમાં જૂનાગઢ વેટરનરી કોલેજ તથા આણંદ વેટરનરી કોલેજના નિષ્‍ણાંત તબીબો, કરૂણા ફાઉન્‍ડેશન ટ્રસ્‍ટ એનીમલ હેલ્‍પલાઇન રાજકોટનાં ડો. નિકુંજ પીપળીયા, ડો. દીપ સોજીત્રા,  ડો. રવી માલવીયા, ડો. અરવિંદ ગડારા, ડો. વિવેવ કલોલા, ડો. અર્જુન ધગલ, ડો. કિશન કથીરિયા, ડો. વિવેક ડોડીયા, ડો. માર્મિક ઢેબર, ડો. ભાવિક પંપાણીયા, ડો. રાજીવ સિન્‍હા, ડો. ગીફટી મહીડા, ડો. મહેશ રામાણી તથા જુનાગઢ વેટરનરી કોલેજના ડો. પિયુષ ડોડીયા, ડો. શ્રેષશ કુંદડીયા, ડો. જયેશભાઇ રામાણી, ડો. સિઝાન પઠાન, ડો. જય જોષી, ડો. યશ સંઘાણી, ડો. સ્‍મિત સાંગાણી, ડો. જૈનીસ દવે, ડો. જીગર કારેણા, ડો. કુલદિપ લાખણોત્રા, ડો. કુલદીપ ચોચા, ડો. વિવેક રામ, ડો. કરણસિંહ ચાવડા, ડો. ભાયા ગોજીયા, ડો. દર્શિત જાવીયા, ડો. હાર્દિક જાખોત્રા, ડો. રૈસુદિન શેરસીયા, ડો. ગજેન્‍દ્રસિંહ, ડો. મહેશ ચુડાસમા, ડો. ક્રિષ્‍નાકુમાર પ્રજાપતિ, ડો. શેરસિંહ યાદવ, ડો. વિષ્‍ણુ મીણા, ડો. દર્શન બગસરીયા, ડો. ધનંજય મારૂ, ડો. દિપ દૂધાત્રા, ડો. કુલદીપ માવાણી, અનંજ જોષી તેમજ ડો. પી. વી. પરીખ તથા તેમની ટીમનો સમગ્ર વ્‍યવસ્‍થા અંગે આણંદ વેટરનરી કોલેજનો વિશેષ સહયોગ મળી રહ્યો છે.

ડી.સી.એફ.ડો.તુષાર પટેલ જિલ્લા પશુપાલન વિભાગના ડો. ખાનપરા, ડો. અભાણી, ડો. રાકેશ હરીપરા, ડો. ભાવેશ જાકાસણીયા સહિત પ૦ ડોકટરો, ૩૦ પેરામેડીકલ તબીબી સ્‍ટાફ સહિત, ૧પ૦ કાર્યકર્તાઓ ખડેપગે સેવા આપશે. સમસ્‍ત મહાજનના ગીરીશભાઇ શાહ, કુમારપાળભાઇ શાહ તથા તેમની ટીમ વિશેષ ઉપસ્‍થિતિ રહ્યા હતા.

અર્હમ યુવા સેવા ગ્રુપ, જૈન સોશ્‍યિલ ગ્રુપ રાજકોટ-યુવા તથા સાથી ટીમનો સુંદર સહયોગ આ અભિયાન અંતર્ગત ઘવાયેલા પશુની સર્જરી પણ કરાઇ હતી જરૂર પડયે દાખલ કરવાની પણ વ્‍યવસ્‍થા કરાઇ હતી. એકસ-રે, સોનોગ્રાફી સહિતની સુવિધાઓ પણ ઉપલબ્‍ધ કરાવાઇ હતી. ડ્રોનથી પણ ઉચાઇ પર ફસાયેલા પક્ષીઓને લોકેટ કરી તેમને રેસ્‍કયુ કરવામાં આવ્‍યા હતા.

હજુ પણ ઘર પર, ટેરેસ પર, ઓફીસ પાસે, વિજળીના થાંભલા પર, જાહેર સ્‍થળોએ લટકતા દોરા પક્ષીઓ માટે ફાંસીના ગાળીયા સમુ કામ કરે છે. જે હટાવી લેવા સંવેદનાસભર અપીલ  ભારત સરકારના પશુપાલન અને ડેરી મંત્રાલયની નેશનલ એડવાઇઝરી કમીટીના મિતલ ખેતાણી, એનીમલ હેલ્‍પલાઇનના પ્રતીક સંઘાણી, રમેશભાઇ ઠકકર, ધીરૂભાઇ કાનાબાર, ઘનશ્‍યામભાઇ ઠકકર, એડવોકેટ કમલેશભાઇ શાહ, રજનીભાઇ પટેલ, વિષ્‍ણુભાઇ ભરાડ, ગૌરાંગભાઇ ઠકકર, પારસભાઇ ભરતભાઇ મહેતા, ચંદ્રકાન્‍તભાઇ શેઠ સહિતનાઓએ કરી છ.ે

એનીમલ હેલ્‍પલાઇનની વિશેષ માહિતી માટે મિતલ ખેતાણી મો.૯૮ર૪ર ર૧૯૯૯, પ્રતિક સંઘાણી મો.૯૯૯૮૦ ૩૦૩૯૩ પર સંપર્ક કરવા વિનંતી કરાઇ છે.

(3:24 pm IST)