રાજકોટ
News of Wednesday, 18th January 2023

અંબિકા પાર્ક પંડાલે ૩.૫૮ લાખનો ફાળો એકત્ર કર્યો

વાંકાનેર અંધ-અપંગ ગૌ આશ્રમ માટે

 રાજકોટ,તા.૧૮: મકરસંક્રાંતિએ વાંકાનેર અંધ-અપંગ ગૌ આશ્રમ માટે રાજકોટ, મોરબી, વાંકાનેર સહિતના શહેરોમાં ફાળા માટે ખાસ પંડાલ રાખવામાં આવ્‍યા હતા. જેમાં રૈયા રોડ પરના અંબિકા પાર્કના પંડાલ દ્વારા અત્‍યાર સુધીમાં સૌથી વધુ રૂા.૩,૫૮,૪૨૨નો ફાળો એકત્ર કર્યો હતો.

 અંબિકા પાર્ક દ્વારા છેલ્લા ૨૫ વર્ષથી દર વર્ષે પંડાલ નાંખવામાં આવે છે અને દિવસભર સોસાયટીના નિવાસીઓ તથા પ્રમુખ નરેન્‍દ્રસિંહ ઝાલા, સેક્રેટરી પ્રતાપભાઈ વોરા,ખજાનચી યશવંતભાઈ ભટ્ટ, અજીતભાઈ કુરીયા, જેન્‍તીભાઈ વસોયા, રમેશભાઈ વિરમગામા વગેરે સવારથી સાંજ સુધી સેવા આપે છે.

 મકરસંક્રાંતિના દિવસે સાંજ સુધીમાં એકત્રીત થયેલ ફાળો રૂા.૩,૫૮,૪૨૨ જે રાજકોટ માટે પણ સૌથી વધુ છે આ એકત્રીત થયેલ ફાળો સંસ્‍થાના ટ્રસ્‍ટી મહેશભાઈ રાજવીર, અશ્વિનભાઈ રાવલ, શાષાી જગદીશભાઈને સોંપવામાં આવ્‍યો હતો.આ પ્રસંગે શાષાી કિરીટભાઈ જાની, લલીતભાઈ, ઘેટીયાભાઈ, કિશોરભાઈ, ટીનાભાઈ વગેરેનો સહયોગ રહ્યો હતો.

(4:15 pm IST)