રાજકોટ
News of Thursday, 18th February 2021

રાજકોટમાં પણ દિલ્હી જેવું મોડલ બનાવીશું: પરેશ શીંગાળા

'આપ'એ મેનીફેસ્ટો, નહી ગેરંટીકાર્ડ બહાર પાડયું, લોકસંપર્કમાં મળી રહેલ આવકાર

રાજકોટઃ કોર્પોરેશનની ચૂંટણી પડઘમ વાગી રહ્યા છે. ત્યારે વોર્ડ નં.૭ના શિક્ષિત લોકોનો અન્ય પક્ષોને ઝકારો અને આમ આદમી પાર્ટીનો સ્વચ્છ પ્રતિભા ધરાવતા ઉમેદવાર પરેશ શિંગાળા (મો.૯૮૯૮૪ ૯૩૬૪૮)ને આવકાર મળી રહ્યાનું યાદીમાં જણાવાયું છે.

સ્થાનીક ચૂંટણીમાં લોકોને પોતાની મૂળભૂત જરૂરીયાતો શુધ્ધ પાણી, સફાઈ, લાઈટ, રોડ- રસ્તા વગેરે સવલતથી વોર્ડ નં.૭ના રહેવાસીઓ ત્રાહીમામ પોકારી ગયા છે.

આમ આદમી પાર્ટીના એક ડાઘ લાગેલ ન હોય, તેવી પ્રતિભા ધરાવતા જીવનમાં એક ડાઘ લાગેલ ન હોય, તેવી પ્રતિભા ધરાવતા ઉમેદવારને ટીકીટ ફાળવેલ છે. તેમાં ખાસ કરીને રઘુવંશી સમાજમાંથી વોર્ડ નં.૭માં સૌથી પ્રથમ ટીકીટ રઘુવંશી સમાજના અગ્રણી પરેશભાઈ શીંગાળાને ટીકીટ ફાળવેલ તે રઘુવંશી સમાજે ગૌરવની બાબત છે. આ સ્થાનીક સ્વરાજની ચૂંટણીમાં પ્રચંડ લોક ચાહના મળી રહેલ છે. રાજકોટમાં દિલ્હી મોડેલનું મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલનું સપનુ ગુજરાતમાં પરીપૂર્ણ કરશું. મેનીફેસ્ટો નહી ગેરેંટી કાર્ડ બહાર પાડેલ છે. તેનો અમો પૂરેપૂરો પાલન કરશું તેવી વોર્ડ નં.૭ની પ્રજાને અમોએ કોલ આપેલ હોવાનું યાદીના અંતમાં જણાવાયું છે.

(3:09 pm IST)