એકટીવા ચોરીનો ભેદ ઉકેલતી માલવીયા નગર પોલીસ: ગોવિંદ પકડાયો: ગઈકાલે આત્મીય કોલેજ સામેથી ઉઠાંતરી કરી હતી
રાજકોટઃ માલવીયા નગર પોલીસ સ્ટેશનના પો.કોન્સ. હરપાલસિંહ જાડેજા તથા ભાવેશભાઇ ગઢવીની સંયુકત બાતમી આધારે રાજકોટ અમીન માર્ગ પાયલ ડેરી ચોક પાસેથી ગોવીંદ શેરબહાદુરભાઇ મગર (ઉ.વ. ૨૦ રહે. જય દ્વારકાધીશ ચાની હોટલ મોટામવા સ્મશાનની બાજુમાં કાલાવડ રોડ રાજકોટ મુળ વતન દશરથપુર ગામ થાના કારેલય જી.સુરખેત નેપાળ)ને ચોરાઉ વાહન સાથે પકડી લીધો છે. ગઇકાલે રાતે કાલાવડ રોડ આત્મીય કોલેજની સામેની શેરીમાંથી ચોરી કરી હતી.
આ કામગીરી પો.ઈન્સ. કે.એન.ભુકણ, પો.સબ ઇન્સ. વી.કે.ઝાલા તથા પો.હેડ કોન્સ. મસરીભાઇ
ભેટારીયા, યુવરાજસિંહ જાડેજા, દિગપાલસિંહ જાડેજા તથા પો.કોન્સ. ભાવેશભાઇ ગઢવી તથા હરપાલસિંહ જાડેજા તથા રોહીતભાઇ કછોટ તથા મહેશભાઇ ચાવડા તથા હિતેષભાઇ અગ્રાવત સહિતે પોલીસ કમીશ્નર શ્રી મનોજ અગ્રવાલ તથા સંયુકત પોલીસ કમીશ્નર શ્રી ખુરશીદ અહેમદ તથા નાયબ પો.કમી. મનોહરસિંહ જાડેજા તથા મદદનીશ પો.કમી. જે.એસ.ગેડમની સૂચના મુજબ કરી હતી.