રાજકોટ
News of Monday, 17th May 2021

"તૌકતે" વાવાઝોડાની આગાહીના પગલે તકેદારીના ભાગ રૂપે ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ રાજકોટ જિલ્લા પંચાયત ધમધમતો : રાત્રી ના 9:30 કલાકે થી કંટ્રોલ રૂમ ખાતે રાત્રી રોકાણ

રાત્રી રોકાણ કરી ખડા પગે ઊભા રહી લોકોની સતત ચિંતા કરતા રાજકોટ જિલ્લા પંચાયત પ્રમુખ ભુપતભાઈ બોદર

રાજકોટ : ગુજરાતમાં આવનાર "તૌકતે" વાવાઝોડાથી લોકોની જાનમાલની સલામતી અને સુરક્ષા ધ્યાને લઇને રાજકોટ જિલ્લા પંચાયત દ્વારા શરુ કરવામાં આવેલ કંટ્રોલ રૂમ ની મુલાકાત આજરોજ રાત્રીના 9:30 કલાકથી વાવાઝોડાની  અસર ઓસરાઈ નહીં ત્યાં સુધી રાત્રી રોકાણ કરી રાજકોટ જિલ્લા પંચાયત પ્રમુખ ભુપતભાઈ બોદર.ખડા પગે ઊભા રહી લોકોની સતત ચિંતા કરી હતી.

ગુજરાતમાં આવનાર ‘તૌકતે" વાવાઝોડાની તીવ્રતાને ધ્યાને લેતા લોકોના જાનમાલની સલામતી અને સુરક્ષા માટે વાવાઝોડા પહેલાં, વાવાઝોડા દરમિયાન, અને વાવાઝોડા બાદ તકેદારી અને જાગૃત્તિ કેળવવાથી સુરક્ષિત રહી શકાય છે. તેમજ જાનમાલનું નુકસાન થતું અટકાવી શકાય છે. લોકોની સતત ચિંતા કરતા અને લોકસેવા જ જેમનો કર્મ છે તેવા રાજકોટ જિલ્લા પંચાયત પ્રમુખ ભુપતભાઈ બોદર આજરોજ  રાજકોટ જિલ્લા પંચાયત દ્વારા શરુ કરવામાં આવેલ કંટ્રોલ રૂમ ખાતે રાત્રીના 9:30 કલાકે પહોચિયા હતા અને ફરજ પરના અધિકારી/કર્મચારી સાથે વર્તમાન પરિસ્થિતી અંગે જાણકારી મેળવી હતી. તેમજ આ કુદરતી આપતીના સમયે ગ્રામ્ય કક્ષાએ જરૂરી સંદેશા તેમજ મદદ પહોંચાડવા સુચના આપેલ, તેમજ આ આપત્તિના સમયે સમગ્ર જિલ્લાની પ્રમુખ તરીકેની પોતાની જવાબદારી સ્વીકારી છેવાડાના ગામડાના માણસની જાન માલની રક્ષા હેતુ જ્યાં સુધી આ કુદરતી આફત રૂપી આ વાવાઝોડું ઓસરાઇ  ન જાય ત્યાં સુધી રાત્રી રોકાણ  કંટ્રોલ રૂમ ખાતે જ કરવાનો સંકલ્પ કરેલ છે.

આ ઉપરાંત પ્રમુખ ભુપતભાઈ બોદર તરફથી વાવાઝોડા અન્વયે ગ્રામ્ય કક્ષાએની સ્થિતિની જાણકારી લેવા રાજકોટ તાલુકાના ગામોના ગ્રામ પંચાયતના તલાટી મંત્રીઓ તથા સરપંચશ્રી સાથે ટેલિફોન દ્વારા વાવાઝોડાની પરિસ્થિતિ અંગે ટેલીફોનીક વાત કરી જાણ કરવામાં આવી હતી અને તકેદારી માટે જરૂરી પગલાંઓ લેવા માટેના સૂચનો કરેલ હતા. આમ કંટ્રોલ રૂમ ખાતે રાત્રી રોકાણ કરવાના દ્રઢ સંકલ્પ સાથે કંટ્રોલ રૂમ ખાતેજ ઉપસ્થિત છું. તેવો વિશ્વાસ આપી રાજકોટ જીલ્લા પંચાયત પ્રમુખ શ્રી ભૂપત બોદર દ્વારા કોઈ પણ જાતની સહાયની જરૂર હોઈ તો વિના સંકોચે જણાવવા કહ્યું હતું અને લોકોના જાનમાલની સુરક્ષામાં કોઈ કચાશ ના રહી જાય તે અંગે ખાસ ભલામણ કરેલ છે.

(1:49 am IST)