રાજકોટ
News of Tuesday, 18th May 2021

વાવાઝોડામાં પડી ગયેલા વૃક્ષો હટાવવા માટે પોલીસની ટીમો કામે વળગીઃ હોસ્પિટલ ચોક ઓવરબ્રીજના સ્થળે નીકળી ગયેલા પતરા ફીટ કરાવ્યા

રાજકોટઃ શહેરમાં વાવાઝોડાની અસરને લીધે અનેક સ્થળે વૃક્ષો પડી ગયા હતાં તો ઘણી જગ્યાએ છાપરા ઉડી ગયા હતાં. સવારે ફાયર બ્રિગેડને કોલ મળતાં ઠેકઠેકાણે ટીમો દોડાવાઇ હતી. બીજી તરફ શહેર પોલીસની ટીમોએ પણ જાતે જ રસ્તા પર પડી ગયેલા વૃક્ષો હટાવવાની કામગીરી હાથ ધરી હતી. તમામ પોલીસ સ્ટેશનના ઇન્સ્પેકટર્સ અને તેમની ટીમોએ પોતપોતાના વિસ્તારોમાં રાતભર પેટ્રોલીંગ કર્યુ હતું. તેમજ સવારે પણ રસ્તાઓ પર નિરીક્ષણ શરૂ કર્યુ હતું. જ્યાં પણ વૃક્ષો પડી ગયેલા દેખાયા હતાં ત્યાં જો નાના વૃક્ષ હોય તો પોતાની ટીમોની મદદથી જાતે જ હટાવ્યા હતાં અને જરૂર પડે ત્યાં ક્રેઇનની મદદ લીધી હતી. તસ્વીરોમાં પડી ગયેલું બોડ, વૃક્ષો હટાવતાં એ-ડિવીઝન, ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનના અધિકારીઓ અને સ્ટાફ તથા હોસ્પિટલ ચોકીમાં ઓવર બ્રિજના સ્થળે પતરા ઉડી ગયા હોઇ તે ફરીથી ફીટ કરાવવાની કાર્યવાહી થઇ હતી તે જોઇ શકાય છે. પીઆઇ સી. જે. જોષી, પીઆઇ કે. એ. વાળા અને તેમની ટીમોએ પોતપોતાના વિસ્તારોમાં કરેલી કાર્યવાહીના દ્રશ્યો નજરે પડે છે.

(1:28 pm IST)