રાજકોટ
News of Wednesday, 18th May 2022

રાજકોટ એસટી ડેપો ઉપર કાચની બારી ધડામ દઇને તૂટી પડતા કોન્‍ટ્રાકટરને નોટીસ ફટકારાઇ

૭ દિવસમાં જવાબ આપવા તાકિદ : કયા કારણસર ઘટના બની તેનો ખુલાસો પૂછાયો

રાજકોટ તા. ૧૮ : તાજેતરમાં રાજકોટના ઢેબર રોડ પર બનાવાયેલ અદ્યતન બસ ડેપોની ૩ કે ચોથા માળેથી કાચની બારી ધડામ દઇને નીચે તૂટી પડી હતી, આ સમયે મુસાફરોની ચહલ પહલ હતી, પરંતુ બાકી જ્‍યાં તૂટી પડી તે જગ્‍યાએ કોઇ મુસાફર ન હોય બધાનો ચમત્‍કારીક બચાવ થયો હતો, ઘટના બનતા જ રાજકોટ ડેપો મેનેજર શ્રી વડગામા દોડી ગયા હતા અને વિગતો જાણ્‍યા બાદ કોન્‍ટ્રાકટર સાયોના કંપનીને નોટીસ ફટકારી ૭ દિ'માં જવાબ આપવા તાકિદ કરી હતી તેમજ કયા કારણસર ઘટના બની તેનો ખુલાસો પૂછાયો છે.
આ પહેલા એક દુકાનની છતની દિવાલ તેના પોપડા પડયાની ઘટના બની હતી, પરંતુ આ બાબત કોમર્શિયલમાં આવતી હોય એસટી તંત્રે એ પ્રકરણમાં હાલ કોઇ પગલા લીધા નથી.

 

(3:47 pm IST)