રાજકોટ
News of Thursday, 17th June 2021

રાજકોટ જિલ્લામાં 19 નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાયા: 59 લોકોએ કોરોનાને મ્હાત આપી

કોર્પોરેશન વિસ્તારમાં 49 અને ગ્રામ્યમાં 10 દર્દીઓ સાજા થયા: હાલમાં 24 દર્દીઓ સારવાર હેઠળ

રાજકોટ : જિલ્લામાં આજે 19 નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. જે મુજબ રાજકોટ શહેર વિસ્તારમાં આજે 18 અને ગ્રામ્ય 1 કેસ નોંધાયો છે. આજે જિલ્લામાં આજે 59 લોકોએ કોરોનાને મ્હાત આપી છે, જે મુજબ રાજકોટ કોર્પોરેશન વિસ્તારમાં 49 અને ગ્રામ્યમાં 10 દર્દીઓ સાજા થયા છે.

શહેરમાં કુલ સંક્રમિતોની સંખ્યા 42593 થઈ છે અને 624 દર્દીઓ સારવાર હેઠળ છે. શહેરમાં આજે એક દિવસમાં 4142 લોકોએ વેક્સિન મુકાવી છે. જેમાં 18 થી 44 વયના 2262 અને 45 થી વધુ વયના 1480 લોકોએ રસી લીધી છે

(1:03 am IST)