રાજકોટ
News of Friday, 18th June 2021

ઓલવેઝ ટેકનો કાસ્ટ પ્રા.લી.ના ડીરેકટરોને ચેકરિટર્ન કેસમાં એક વર્ષની સજા અને વળતર ચુકવવાનો આદેશ

રાજકોટ,તા. ૧૮: ઓલવેઝ ટેકનો કાસ્ટ પ્રા.લી.ના ડીરેકટરો કીરીટ ભગવાનજીભાઇ સાકરીયા અને સંજય ભગવાનજીભાઇ સાકરીયાને ચેક રીટર્ન કેસમાં એક વર્ષની સજા અને ચેકની રકમ રૂ.૧,૦૫,૪૯૯ વળતર પેટે ચુકવી આપવા કોર્ટ હુકમ કર્યો હતો.

આ ચકચારી કેસની હકીકત ટૂંકમાં એવી છે કે, આ કામના ફરિયાદી મહેશ ટ્રેડીંગ નામથી ફાઉન્ડ્રી રો -મટીરીયલનો વેચાણ -વેપારનો ધંધો કરતા હોય જેથી આરોપીઓ ઓલવેઝ ટેકનો કાસ્ટ પ્રાઇવેટ લીમીટેડ ડીરેકટરોએ ફરિયાદી પાસેથી એસ.એસ.પાઇપ, વેસ્ટ સ્ક્રેપ, એસ.એસ.નીકલ વિગેરે સ્ક્રેપ માલની ઉધાર ખરીદી કરેલ અને ફરિયાદીએ વેચેલ માલના આરોપીઓ પાસે રૂ. ૧૧,૦૯,૪૧૬ બાકી  લેણા નીકળતા હોય જેથી ફરિયાદીના બાકી લેણાના પાર્ટ પેઇમેન્ટ પેટે ફરિયાદીને કંપનીના ડીરેકટરો કીરીટ ભગવાનજીભાઇ સાકીરયા અને સંજય ભગવાનજીભાઇ સાકરીયાએ કંપનીના ડીરેકટરો દરજ્જે ચેકમાં સહી કરી ફરિયાદીને રકમ રૂ.૧,૦૫,૪૪૯ અંકે રૂપિયા એક લાખ પાંચ હજાર ચારસો ઓગણ પચ્ચાસ) નો ચેક આપેલ ફરિયાદીએ આરોપીઓએ આપેલ ચેક પોતાના બેંક ખાતામાં જમા કરાવતા આરોપીઓએ કંપીનનું બેંક ખાતુ કલોઝડ કરાવી નાખેલ હોવાથી ફરિયાદીને આપવામાં આવેલ ચેક વગર વસુલાતે પરત ફરેલ હતો.

આથી ફરિયાદી હનીશભાઇ અશોકભાઇ ભેસાણીયાએ શ્રી મહેશ ટ્રેડીંગ કંપની નામની પેઢીની મુખત્યાર દરજ્જે ઓલવેઝ ટેકનો કાસ્ટ પ્રાઇવેટ લીમીટેડ અને તેમના ડીરેકટરોને એડવોેકેટ મારફત લીગલ નોટીસ આપી ચેકની રકમની માંગણી કરેલ પરંતુ આરોપીઓએ ફરિયાદીને ચેકમાં જણાવ્યા મુજબની રકમ ચુકવી નહી. આપતા ફરિયાદીએ આરોપીઓ સામે ધી નેગાશીએબલ ઇન્સસ્ટ્રુમેન્ટ અકટ -૧૩૮ અન્વયે રાજકોટના ચીફ જ્યુ. મેજી. જજ કોર્ટમાં ફોજદારી ફરિયાદ દાખલ કરેલ આરોપીઓ સામેનો કેસ ચાલી જતા આરોપીઓને કોર્ટે એક વર્ષની સજા અને ચેકની રકમ જેટલી રકમ આરોપીઓએ ફરિયાદીને ચુકવી આપવાનો હુકમ ફરમાવેલ છે.

આ કામમાં આરોપીઓ વતી વીનુભાઇ મેંદપરા, જસ્મીનભાઇ ઠાકર વકીલ તરીકે રોકાયેલ હતા.

(4:25 pm IST)