News of Saturday, 18th June 2022
શીવ હુન્ડાઇના આંગણે ‘ફેસલીફટ' મોડેલ લોન્ચ
રાજકોટ : ભારતમાં હુન્ડાઇ કંપનીની વેન્યુ કાર ૨૦૧૯ માં પ્રથમ વખત લોન્ચ થઇ હતી. લોન્ચ થયાના એક જ વર્ષમાં એક લાખ વેન્યુ કારનું અત્યાર સુધીમાં આ વેંચાણનો આંકડો ૩ લાખે પહોંચી જતા વેન્યુ કારને ‘ઇન્ડિયન કાર ઓફ ધ યર'નો એવોર્ડ પણ મળેલ. હાલ હુન્ડાઇ કંપનીએ વેન્યુ કારનું ‘ફેસલીફટ' મોડલ લોન્ચ કરેલ છે. જેમાં સ્ટાઇલીસ કનેકટીંગ એલ.ઇ.ડી. લેમ્પસ, ડ્રાઇવ મોડ સીલેકટ, સાઉન્ડ ઓફ નેચર સહીત ૭ એકઝીકયુટીવ ફયુચર આવેલ છે. શીવ હુન્ડાઇ ખાતે થયેલ આ લોન્ચીંગ પ્રસંગે હુન્ડાઇ કંપનીના ઝોનલ મેનેજર ઉમેશ ચંદ્રાતે, રીજનલ મેનેજર નિશાંત કપીલ, એરીયા મેનેજર ધ્વનિશ પટેલ, શિવ હુન્ડાઇના ડાયરેકટર વિષ્ણુભાઇ પટેલ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
(4:01 pm IST)