News of Sunday, 18th October 2020
શિવાજી નગર , દૂધ સાગર રોડમાં વુમન સેફટી એવરનેશ પ્રોગ્રામ યોજાયો
શ્રી શક્તિ એજ્યુકેશન ટ્રસ્ટ અને સમાજ સેવા કેન્દ્રના બહેનો દ્વારા મહિલા જાગૃતિ માટે પહેલ
રાજકોટ : શહેરના શિવાજી નગર , દૂધ સાગર રોડમાં આજે રવિવારના રોજ સાંજે વુમન સેફટી એવરનેશ પ્રોગ્રામ યોજાયેલ. હતો જેમાં શ્રી શક્તિ એજ્યુકેશન ટ્રસ્ટ - રાજકોટના ભગવતીબેન વાઘેલા તથા સમાજ સેવા કેન્દ્રના સોનલબેન ડાંગરિયાએ શિવાજી નગરના બહેનોને જાગૃત કરી અત્યારના સમયમાં થતા બહેનો પરના અત્યાચાર , છેડતી , શોષણ ને અટકાવવા માટે આ ખાસ પહેલ આ બન્ને બહેનો દ્વારા રાજકોટમાં શરૂ કરેલ છે.
રાજકોટના અલગ અલગ વિસ્તારમાં બહેનોમાં જાગૃતતા લાવવી. એજ ખાસ ધ્યેય રહેશે.
કોવિડ - 19 સમય દરમિયાન સોશ્યલ ડિસ્ટન્સ અને માસ્ક ધ્યાનમાં રાખી પ્રોગ્રામ કરેલ છે
(11:33 pm IST)