રાજકોટ
News of Monday, 18th October 2021

રઘુવંશી યુવા શકિત સંઘ દ્વારા શસ્ત્ર પૂજા મહોત્સવ

રાજકોટઃ દશેરા નિમિતે શ્રી રઘુવંશી યુવા શકિત સંઘ દ્વારા શસ્ત્ર પૂજા મહોત્સવનું આયોજન કરાયું હતું. સંઘના ગુજરાત પ્રમુખ શ્રી કાછેલા ધવલે યાદીમાં જણાવ્યું કે આ વર્ષે અક્ષર પાર્ટી પ્લોટ (અયોધ્યા ચોક) ખાતે આયોજીત શસ્ત્ર પૂજા મહોત્સવમાં રઘુવંશી સમાજના યુવાનોએ બહોળી સંખ્યામાં ભાગ લીધો હતો. અકિલા પરિવારના મોભી  કિરીટભાઈ ગણાત્રાએ શુભેચ્છા પાઠવી હતી. કમલેશભાઈ મીરાણી (રાજકોટ શહેર ભાજપ), અખિલ ગૌ રક્ષા સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ રમેશભાઈ ધામેચા, દેવપરા માર્કેટ પ્રમુખ રઘુવંશી મનુભાઈ જોબનપુત્રા, રઘુવંશી બી.સી.ઠકકર સાહેબ (ડી.વાઈ.એસ.પી. રાજકોટ), રઘુવંશી હરેશભાઈ સોમૈયા (પીએસઆઈ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન), રઘુવંશી જયદીપભાઈ અનડકટ (એ.એસ.આઈ., રાજકોટ આઈ.જી. ઓફિસ), પૂર્વ પ્રદેશ પ્રમુખ (રાજકોટ મહાનગર), રઘુવંશી પ્રતાપભાઈ કોટક, સૌરાષ્ટ્ર ટ્રાન્સપોર્ટ એસોસિએશનના પ્રમુખ રઘુવંશી હસુભાઈ ભગદેવ, રાજકોટ માર્કેટીંગ યાર્ડના તાજેતરની ચૂંટણીના વિજયતા રઘુવંશી રાજુભાઈ થાવરિયા, રઘુવંશી સંદીપભાઈ લાખાણી, રઘુવંશી ગીરીશભાઈ મોનાણી (નિવૃત આર્મી ઓફીસર), રઘુવંશી અશ્વિનભાઈ જોબનપુત્રા, રઘુવંશી પરેશભાઈ વિઠલાણી, એસ.એસ.આઈ ઈન્સ્ટિટયૂટના ચેરમેન વિજયભાઈ જોબનપુત્રા, રઘુવંશી ગોપાલભાઈ વિઠલાણી વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

(3:50 pm IST)