રાજકોટ
News of Friday, 18th November 2022

રાષ્ટ્રીયશાળામાં ૧ ડીસેમ્બરથી લોકનૃત્યના તાલીમ વર્ગો શરૃ

ગાયન, હાર્મોનીયમ, ગીટાર, સીતાર ભરતનાટયમ સહિતના વર્ગો ચાલુઃ ફોર્મ ભરી દેવા

રાજકોટઃ સૌરાષ્ટ્રમાં પ્રથમ વખત જ રાષ્ટ્રીયશાળામાં સંગીતના વિવિધ વર્ગોની સાથોસાથ 'લોકનૃત્ય'ની તાલીમ આગામી તા.૧ ડિસેમ્બરથી શરૃ કરવામાં આવશે. જેમાં સંગીતના દરેક વિષયોની સાથોસાથ 'લોકનૃત્ય' ની તાલીમના વર્ગો પ્રારંભીકથી લઈને વિશારદ સુધીનાં શરૃ થઈ રહ્યા છે. જેમાં ૮ વર્ષથી લઈને ગમે તેટલી ઉંમરના કોઈપણ જાતના ભેદભાવ વગર પ્રવેશ મેળવી શકશે.

રાષ્ટ્રીયશાળા ગાયન/ હાર્મોનિયમ/ કીબોર્ડ/ ગીટાર/ સીતાર/ તબલા/ બાંસુરી/ કથ્થકનૃત્ય તેમજ ભરતનાટયમનાં વર્ગો ચાલુ છે કે જે સમગ્ર ગુજરાતમાં લગભગ 'લોકનૃત્ય' જેમાં બધા પ્રકારના ગરબા, લાવણી, બિહુ, રાજસ્થાની, ધુમ્મર, તેરતાલ, પંત્રીએ ખૂબ જ પ્રસિધ્ધ છે. મર્યાદિત સંખ્યામાં પ્રવેશ આપવાનો હોય તો પ્રવેશ  મેળવવા ઈચ્છુકોએ વહેલા તે પહેલાનાં ધોરણે રાષ્ટ્રીયશાળા કાર્યાલયેથી સવારે ૧૦ થી ૧ સુધીમાં ફોર્મ મેળવી લેવા. યાદીમાં જણાવાયું છે

(4:41 pm IST)