News of Thursday, 19th January 2023
ફરતા દવાખાનમાંBAMS ને બદલે MBBS ડોકટર રાખોઃ જીતુ કાટોડીયા
રાજકોટ : આરોગ્યના પ્રશ્નના વધુ એક પેટા પ્રશ્નમાં વોર્ડ નં. ૯ ના કોર્પોરેટર જીતુ કાટોડીયાએ અધિકારીઓને પ્રશ્ન પુછેલ કે ડીસપેન્સરી વાનમાં ડોકટરની ડિગ્રી કંઇ હોય છે. ત્યારે અધિકારીઓએ BAMS ડોકટર કાર્યરત હોવાનું જણાવતા જીતુ કાટોડીયાએ જણાવેલ કે, આ ફરતા દવાખાનામાં MBBS ડોકટર વધુ યોગ્ય રહેશે જેથી તેની નિમણુંક કરવી જોઇએ.
(3:56 pm IST)