રાજકોટ
News of Thursday, 19th January 2023

માંડવી બની મોંઘેરી મહેમાનઃ રૂા.૩૧,૫૦૦એ ભાવ પહોંચી ગયો

માંડવીના ભાવમાં અવિરત તેજી ચાલુ વધતી બજારે જે ભાવ ૩૦હજારે પહોંચ્‍યો હતો તે ભાવ સદંતર વધીને હાલ  ૩૧,૫૦૦ સુધી પહોચેલ છે : જેની સીધી અસર કાચા સીંગદાણા પર પડેલ છે. છેલ્લા બે જ દિવસ ની અંદર કાચા શીંગદાણામાં ૭ થી ૮  રૂા.નો ભાવ વધારો આવેલ છે. તેમજ ઉતરોતર ભાવ વધારો સતત ચાલુ જ છે.  કાચા સીંગદાણા અને ખારી શીંગના વેપારીઓ સતત મુંઝવણમાં છે  બજારમાં હિમત રાખીને નવા ભાવ આપ્‍યા હોય ત્‍યાં બીજો ભાવ વધારો ઝીંકાય છે.

(3:57 pm IST)