રાજકોટ
News of Thursday, 19th January 2023

ચેમ્‍બરના ઉપક્રમે રવિવારે ત્રિવિધ કાર્યક્રમ

ભાનુબેન-કુંવરજીભાઇનું સન્‍માનઃ આગવું યોગદાન આપનારનું પણ સન્‍માન : સભ્‍ય પરિવારનું સ્‍નેહમિલન-ભોજન સમારોહઃ પાસ મેળવી લેવા સભ્‍યોને વિનંતી

રાજકોટ તા. ૧૯ :.. વેપાર-ઉદ્યોગની વરિષ્‍ઠ અને ૬૮ વર્ષની જુની મહાજન સંસ્‍થા ‘રાજકોટ ચેમ્‍બર ઓફ કોમર્સ એન્‍ડ ઇન્‍ડસ્‍ટ્રી' ના વિશાળ સભ્‍ય પરીવારનું સ્‍નેહ મિલન, સંગીત સંધ્‍યા અને સ્‍વરૂચી ભોજન સમારંભ તથા વિવિધ ક્ષેત્રના પ્રતિભા શાળીઓના સન્‍માન સમારંભનું તા. રર-૧-ર૦ર૩, રવિવારના સાંજના ૬ વાગ્‍યે, રોયલ-સેફ્રોન પાર્ટી પ્‍લોટ, કાલાવડ રોડ, સપ્તપદી પાર્ટી પ્‍લોટ પાછળ, રાજકોટ ખાતે આયોજન કરવામાં આવેલ છે. આ કાર્યક્રમમાં શોભામાં અભિવૃધ્‍ધિ વધારવા મુખ્‍ય મહેમાન તરીકે ગુજરાત રાજયના કેબીનેટ મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરીયા તથા શ્રી કુંવરજીભાઇ બાવળીયા  તથા અતિથિવિશેષ તરીકે સાંસદ સભ્‍યશ્રીઓ, મંત્રીશ્રીઓ, ધારાસભ્‍યશ્રીઓ, તથા મેયરશ્રી તેમજ વિવિધ સંસ્‍થાના હોદેદારો તેમજ અધિકારીઓ ઉપસ્‍થિત રહેશે.

રાજકોટ ચેમ્‍બરનાં સભ્‍યોએ પોતાના પાસ ચેમ્‍બરની ઓફીસેથી વ્‍હેલીતકે મેળવી લઇ આ કાર્યક્રમનો લાભ લેવા તમામ સભ્‍યોને અનુરોધ કરવામાં આવે છે. તેમ રાજકોટ ચેમ્‍બર ઓફ કોમર્સ એન્‍ડ ઇન્‍ડસ્‍ટ્રીની અખબારી યાદીમાં જણાવેલ છે.

(4:14 pm IST)