બેડી ચોકડી પુલ પાસેથી ૩૬ હજારના વિદેશી દારૂ ભરેલી કાર પકડાઇ
બેડી ચોકડી પુલ પાસેથી ૩૬ હજારના વિદેશી દારૂ ભરેલી કાર પકડાઇ
રાજકોટ તા. ૧૯ : મોરબી રોડ પર બેડી ચોકડી પુલ પાસે બી ડીવીઝન પોલીસે બાતમીના આધારે દરોડો પાડી રૂા.૩૬ હજારના વિદેશી દારૂ ભરેલી કાર કબ્જે કરી હતી.
મળતી વિગત મુજબ બેડી ચોકડી નજીક એક કારમાં દારૂનો જથ્થો હોવાની બી ડીવીઝન પોલીસ મથકના એ.એસ.આઇ. એસ.એમ. માડમ, હેડ કોન્સ મોહસીન ખાન મલેક, કોન્સ હેમેન્દ્રભાઇ વાઘીયાને બાતમી મળતા બેડી ચોકડી પુલ પાસેથી જીજે.૩ એચ.આર.પપ૮ર નંબરની અલ્ટોકારની તલાશી લેતા તેમાંથી રૂા.૩૬૦૦૦ ની કિંમતની વિદેશી દારૂની ૭ર બોટલ મળી આવતા પોલીસે દારૂનો જથ્થો અને કાર કબ્જે કરી ચાલકની શોધખોળ આદરી હતી આકામગીરી પી.આઇ. આર.જી.બારોટના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ. એમ.આઇ. શેખ, એ.એસ.આઇ.એસ.એમ.માડમ, હેડ કોન્સ એમ.એમ.મલેક, એલ.બી.હાડગડા, કોન્સ હેમેન્દ્રભાઇ વાઘીયા, નિલેશભાઇ વાવૈયા, જયદિપસિંહ બોરાણા, વિશ્વજીતસિંહ ઝાલા, નિતેષભાઇ બારૈયા તથા પોપટભાઇ ગમારા દ્વારા કરવામાં આવી હતી.