રાજકોટ
News of Friday, 19th February 2021

કુવાડવા નજીક ઇકો અને ટ્રક અથડાતાં માલિયાસણના ૪ને ઇજા

રાજકોટ ૧૯: કુવાડવા નજીક ક્રિષ્ના વોટર પાર્ક પાસે રાત્રીના ટ્રક સાથે ઇકો કાર અથડાતાં માલિયાસણના ચાર યુવાનોને ઇજા થઇ હતી.

જાણવા મળ્યા મુજબ માલિયાસણ રહેતાં શિવાનંદ શ્યામુભાઇ ચોૈહાણ (ઉ.૨૬), સુનિલ રાજેન્દ્રભાઇ ચોૈહાણ (ઉ.૩૫), આમીદ વિશ્વકર્મા (ઉ.૨૮) તથા રામક્રિપાલ ચોંચીયા (ઉ.૨૦) ઇકો કારમાં બેસીની કુવાડવાથી આગળ જતાં હતાં ત્યારે ક્રિષ્ના પાર્ક પાસે ટ્રક સાથે અકસ્માત થતાં ચારેયને ઇજાઓ થતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં હોસ્પિટલ ચોકીના  સ્ટાફે કુવાડવા રોડ પોલીસને જાણ કરી હતી.

(12:50 pm IST)