રાજકોટ
News of Friday, 19th February 2021

મરાઠા સેવા સંઘ દ્વારા સાંજે શિવાજીની શોભાયાત્રા

શિવરાજે, ગજાનન અને મહારાષ્ટ્રીયન સંસ્થાઓ જોડાશે : કોઠારીયા નાકેથી પ્રારંભ અને રેસકોર્ષ ખાતે સમાપન : સરકારી ગાઇડ લાઇનના પાલન સાથે સૌએ જોડાવા અનુરોધ

રાજકોટ તા. ૧૯ : છત્રપતિ શિવાજી મહારાજાની જન્મ જયંતિ નિમિતે મરાઠા સેવા સંઘ ગુજરાતની રાજકોટ શાખા દ્વારા આજે બપોર બાદ શોભાયાત્રાનું આયોજન કરાયુ છે.

સંસ્થાની યાદીમાં જણાવ્યા મુજબ આજે સાંજે ૪ વાગ્યે કોઠારીયા નાકા, ભુપેન્દ્રરોડ ખાતેથી આ યાત્રાને પ્રસ્થાન અપાશે. જયાંથી ત્રિકોણબાગ, યાજ્ઞીક રોડ થઇ રેસકોર્ષ ખાતે આવેલ શિવાજીની પ્રતિમા ખાતે રાત્રે ૮ વાગ્યે રેલીને વિરામ આપી કાર્યક્રમ પૂર્ણ જાહેર કરાશે.

શિવરાજે, ગજાનન, મહારાષ્ટ્રીયન સંસ્થા સહીતના એકમો જોડાશે. મરાઠી ભાઇઓ ટ્રેડીશનલ ડ્રેસ સફેદ કુર્તા, ટોપી, સાફા અને બહેનો સાડી સાફા પહેરીને ચોકે ચોકે મહારાજ આરતીનો થાળ લઇ વધાવશે.

સરકારી ગાઇડ લાઇનનું પાલન કરવા સાથે શોભાયાત્રામાં સૌકોઇએ જોડાવા મરાઠા સેવા સંઘ રાજકોટ એકમ (મો. ૯૧૭૩૬ ૧૯૯૩૦) ની યાદીમાં જણાવાયુ છે.

(2:44 pm IST)