રાજકોટ
News of Saturday, 19th June 2021

શ્રી સત્યસાંઈ હાર્ટ હોસ્પિટલમાં ગોંડલના હરેશભાઈ પુઆરનું વિનામૂલ્યે સફળ ઓપરેશન

હૃદયની ત્રણેય નળીઓ બંધ હતી, પમ્પીંગ પણ અતિશય નબળું પડી ગયું હતું

રાજકોટઃ ''દિલ વિધાઉટ બીલ'' ના નામે જાણીતી શ્રી સત્ય સાંઈ હાર્ટ હોસ્પિટલ, રાજકોટ છેલ્લાં ૨૦ વર્ષથી સ્વાસ્થ્ય ક્ષેત્રે સેવાની અનોખી સુવાસ ફેલાવી રહી છે. હૃદયરોગના ગરીબ દર્દીઓને વિનામૂલ્યે નવજીવન આપીને આ હોસ્પિટલે સેવા ક્ષેત્રે અનન્ય ઉદાહરણ પુરૃ પાડ્યું છે. આ હોસ્પિટલમાં પુખ્ત અને બાળકોના તમામ પ્રકારના હૃદય ના ઓપરેશન વિનામૂલ્યે થાય છે. જેનો લાભ ભારતના તમામ રાજ્યોના ગરીબ હૃદય રોગના દર્દીઓ છેલ્લા ૨૦ વર્ષ થી મેળવી રહ્યા છે.અત્યાર સુધીમાં ૧૦,૦૦,૦૦૦ થી વધારે દર્દીઓની ઓપીડીમાં સારવાર કરવામાં આવી છે, અને૨૦,૦૦૦થી વધારે હૃદય રોગના ઓપરેશનો નિઃશુલ્ક કરવામાં આવ્યા છે.

શ્રી સત્ય સાઈ હાર્ટ હોસ્પિટલ,રાજકોટ (કાલાવડ રોડ)આર્થીક રીતે નબળા વર્ગના લોકોમાટે વિનામુલ્યે ઓપરેશન થાય છે આ સાથેમુખ્યમંત્રી અમૃતમ વાત્સલ્ય યોજના, માઁ યોજના તથા આયુષ્માન ભારત યોજનાનો લાભ પણ હૃદયરોગના દર્દીઓને આપવામાં આવે છે .

આવા જ એક દર્દી હરેશભાઇ નારણદાસ પુઆર (ઉમર ૫૯ વર્ષ રહેવાસી ગોંડલ,જીલ્લો રાજકોટ)નું શ્રી સત્ય સાઈ હાર્ટ હોસ્પિટલ, રાજકોટ નિદાન માટે આવેલ હતું.

દર્દીના કુટુંબમાં પત્ની તથા પુત્ર છે. જે અભ્યાસ કરે છે. દર્દી સ્ટીલના અક્ષરોના બોર્ડ બનાવવાનું કામ  કરે છે.અને આશરે ૧૦,૦૦૦ રૃ। જેટલી માસિક આવક ધરાવે છે. દર્દીને હદયની તકલીફ આશરે ૧૫-૨૦ દિવસ થી હતી.

આ દર્દીનો જરૃરી રિપોર્ટ્સ કરતા નિદાન થયું  હતું કે હૃદયની  ત્રણેય નળીઓ બંધ છે. અને હદયનું પમ્પીંગ અતિશય નબળું થઇ ગયું ગયું હતું આ દર્દીને બાયપાસ ઓપરેશન માટે દાખલ કરી તેઓનું વિનામૂલ્યે સફળતાપૂર્વક ઓપરેશન કરવામાં આવ્યું હતું.

 દર્દીને સંપૂર્ણ સ્વસ્થ થયા બાદ તા.૧૭-૬-૨૦૨૧ના રોજ રજા આપવામાં આવી હતી .ભગવાન બાબાની કૃપાથી દર્દીને નવું જીવન પ્રાપ્ત થયું છે.

(12:10 pm IST)