રાજકોટ
News of Wednesday, 19th August 2020

રાજકોટ જીલ્લાના ભાદર સહિત ૪ જળાશયોમાં નવા પાણીની આવક

ભાદરમાં ૦.૧૬ ફુટ, આજી-૧, ન્યારી-૧ છલકાયા, ન્યારી-ર માં ૦.૭ ફુટ અને મોતીસર ડેમ છલકાવામાં ૧ ફુટનું છેટૂ

રાજકોટ તા. ૧૯ :.. સૌરાષ્ટ્રભરમાં મેઘમહેર થતાં જળાશયોમાં નવા નીરની ભરપુર આવક થઇ છે. રાજકોટ સિંચાઇ વર્તુળ હેઠળનાં ૪ ડેમોમાં નવા નીરની આવક થતાં આ ડેમોની સપાટી વધી છે.

આ અંગે સિંચાઇ વિભાગની યાદીમાં જણાવાયા મુજબ ભાદર ડેમમાં ૦.૧૬ ફુટ, આજી-૧ ઓવર ફલો થયો હતો અને ન્યારી-૧ માં પાણીની ભરપુર આવક થતાં ગઇકાલે તેનાં ૭ દરવાજા ખોલાયા હતાં. જયારે ન્યારી-ર માં ૦.૭ ફુટ જેટલુ નવુ પાણી આવેલ અને મોતીસર ડેમમાં ૧.૭૧ ફુટ નવુ પાણી આવતા હવે આ ડેમ છલકાવામાં હવે ૧ ફુટનું છેટુ છે.

રાજકોટ સિંચાઇ વર્તુળ પુર એકમ, રાજકોટના જણાવ્યા પ્રમાણે સાર્વત્રિક મેઘ મહેરને પગલે રાજકોટ જિલ્લાના ૪ જળાશયોમાં નવા નીર આવ્યા છે. તેની વિગતો આ મુજબ છે.

ક્રમ

જિલ્લો

યોજનાનું નામ

જળાશયની કુલ ઉંડાઇ ફુટમાં

જળાશયની કુલ ઉંડાઇ ફુટમાં (જીવંત)

આજની ઉંડાઇ ફુટમાં (જીવંત)

ર૪ કલાકમાં ઉંડાઇમાં થયેલ વધારો

રાજકોટ

ભાદર

૩પ.૪૩

૩૪.૦

૩૧.૬૦

૦.૧૬

રાજકોટ

આજી-૧

૩૬.પર

ર૯.૦૦

ર૭.૭૦

૦.૧૦

રાજકોટ

ન્યારી-ર

૪૭.પ૭

રપ.૧૦

૧૯.૮૦

૦.૦૭

રાજકોટ

મોતીસર

ર૬.રપ

૧૪.૮૦

૧૩.૮૦

૧.૭૧

(12:03 pm IST)