રાજકોટ
News of Saturday, 19th November 2022

‘દિકરી તો આંગણે ઉછરતી વેલ' : રાજકોટની પ્રિશા પટેલનું ગીત લોકોને ભાવુક બનાવી રહ્યુ છે

રાજકોટ તા. ૧૯ : એક પિતા અને એક દિકરી વચ્‍ચેની લાગણીને ગીતના માધ્‍યમથી લોકોના દય સુધી પહોંચાડવાનો સરસ પ્રયાસ થયો છે. ખુબ જાણીતા કવી મિલીન્‍દ ગઢવીની કલમે લખાયેલ ગીત ‘‘દીકરી તો આંગણે ઉછરતી વેલ'' ગુજરાતી અને ઇંગ્‍લીશ એમ બન્ને ભાષામાં રેકોર્ડ થઇને ધૂમ મચાવી રહ્યુ છે. રાજકોટની ૮ વર્ષની પ્‍લેબેક સીંગર પ્રિશા પટેલે અભિનય આપ્‍યો છે. ગુજરાતીમાં યુનુસ શેખે સ્‍વર આપ્‍યો છે. જયારે ઇંગ્‍લીશમાં ખુદ પ્રિશાએ ગાયુ છે અને સાથે અભિનય પણ આપ્‍યો છે. આ ગીતની કથા જોઇએ તો અંધ દિકરીની જીંદગીમાં અજવાળા કરવા પિતા પોતાની આંખોનું દાન કરી દયે છે. પછી દીકરીના લગ્ન અને વિદાયની ઘડીઓ આવે ત્‍યારે જે કરૂણા સર્જાય છે તેને ભાવવાહી રીતે નિરૂપવામાં આવેલ છે. માત્ર ૬ મીનીટમાં દિકરી અને પિતાની આખી લાઇફ દર્શાવી દેવામાં આવી છે. ગીતની સ્‍ટોરી મહેશ રાચ્‍છે લખી છે અને ડાયરેકશન આશીફ અજમેરીનું છે. અભિનય લીડમાં ચેતન છાયા અને અશ્વિન મીષાીએ આપ્‍યો છે. ચાઇલ્‍ડ કેરેકટર્સમાં ખુદ પ્રિશા પટેલે અભિનય આપ્‍યો છે. ઉલ્લેખનીય છે કે નવરાત્રી દરમિયાન પણ પ્રિશા પટેલ દ્વારા ગોરા ગોરા મુખડા' ગીત અભિનય સાથે લોન્‍ચ કરાયુ હતુ. જેને પણ ખુબ પ્રતિસાદ મળ્‍યો હતો.

 

(3:16 pm IST)