રાજકોટ
News of Saturday, 19th November 2022

ડેન્ટલ એસોસીએશન રાજકોટ પ્રમુખ તરીકે ડો.હસમુખભાઇ સાઇપરીયાની વરણી

રાજકોટ : ઇન્ડીયન ડેન્ટલ એસોસીએશન વાર્ષિક સભા મળી જેમાં પ્રમુખ તરીકે ડો.હસમુખભાઇ સાઇપરીયાની વરણી કરવામાં આવેલ.  નવનિયુકત પ્રમુખ ડો.હસમુખભાઇ સાઇપરીયાની યાદીમાં જણાવ્યા મુજબ ઇન્ડીયન ડેન્ટલ એસોસીએશનની રાજકોટ શાખાની સામાન્ય સભા યોજવામાં આવેલ પ્રમુખ ડો.હિતેષ સાપોવાડીયાએ બધા સભ્યોનો તેમના કાર્યકાળ દરમિયાન આપેલ સાથ અને સહકાર બદલ આભાર વ્યકત કર્યો. ગત આખા વર્ષ દરમિયાન કરાયેલ વિવિધ પ્રકારની પ્રવૃતિઓને સફળ બનાવવા માટે મહેનત કરનાર ડો.વૈશાલી ત્રિવેદી, ડો.તેજસ ત્રિવેદી, ડો.હસમુખ સાઇપરીયા, ડો.જયેશ પટેલ, ડો.ભુષણ કાલરીયા, ડો. નીલેશ રૃધાણી, ડો.ઓમ જોશી, ડો. પ્રિયાંક કોટેચા, ડો.બંદીશ ઝાલા વગેરેનો તેમણે વિશેષ આભાર માન્યો હતો અને તેમનું બહુમાન કરેલ.  ડો.ઓમ જોશી સેક્રેટરી એ તેમના વાર્ષિક સામાન્ય રિપોર્ટમાં ગત સમગ્ર વર્ષ દરમીયાન કરવામાં આવેલ વિવિધ એજયુકેશનલ પ્રોગ્રામ સાઇન્ટીફીક પ્રોગ્રામ સાંસ્કૃતિક પ્રોગ્રામ અંગેનો સંપુર્ણ અહેવાલ રજુ કરેલ. આ તબક્કે તેમણે રાજકોટ બ્રાંચના ઉપક્રમે યોજવામાં આવેલ નાટકની ખાસ નોંધ લીધીે ડો.હાર્દિક અજમેરા, ટ્રેઝરર એ વાર્ષિક સરવૈયુ રજુ કરેલ.  તે બાદ નવી ટીમના પ્રેસિડેન્ટ ડો. હસમુખ સાઇપરીયા, સેક્રેટરી ડો. એમ. જોષી, ખજાનચી ડો. હાર્દિક અજમેરા, ચેરમેન ડો. પ્રિયાંક કોટેચા, ડો. તન્મય ભટ્ટ અને વુમન ડેન્ટલ કાઉન્સીલ ચેરપર્સન ડો. કાજલ કન્ટેસરિયાએ નવા વર્ષ માટે કાર્ય સંભાળેલ.   ઉદ્બોધનમાં નવનિયુકત પ્રમુખ ડો. હસમુખભાઇ સાઇપરીયા એ જણાવ્યું કે આગામી વર્ષ દરમિયાન તેમનું અને તેમની ટીમનું મોટીવ પ્રોગ્રામો કરવા તરફ રહેશે ઉપરાંત બધા જ દંતવિશેષજ્ઞ અને સામાન્ય જન ને બધી શ્રેષ્ઠ સવલતો કઇ રીતે પુરી પાડી શકાશે તેના વિશેનું પણ ચિંતન તેમણે જણાવ્યું. સમગ્ર કાર્યક્રમ માટે ડો. તેજસ ત્રિવેદીએ ઉદ્ધોષક ની જવાબદારી વહન કરેલ. શૈલેશ સગપરીયાએ ''સુખનું સરનામું - સંપતિ, સંતતિ અને સંબંધોનું જતન'' ટોપિક હેઠળ ખાસદંત વિશેષજ્ઞ ડોકટરો માટે વકતવ્ય રજુ કરેલ. બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેલ. કાર્યક્રમને સફળ બનાવવા માટે ડો. હિતેષ સાપોવાડીયા, ડો. હસમુખ સાઇપરીયા, ડો. તેજસ ત્રિવેદી, ડો. ઓમ જોશી, ડો. પ્રિયાંક કોટેચા, વગેરેએ ખાસ જહેમત ઉઠાવેલ.

(3:58 pm IST)