દોઢસો ફુટ રોડ ધ ગ્રાન્ડ પેલેસ બીલ્ડીંગના બે ફલેટમાં આગ લાગતા નાસભાગ
આગ બીલ્ડીંગના તેરમાં માળે લાગ્યા બાદ પંદરમા માળનો ફલેટ પણ આગની લપેટમાં આવી ગયોઃ લાખોનું નુકસાન
રાજકોટ : શહેરના દોઢ સો ફુટ રોડ પર આવેલા ધ ગ્રાન્ડ પેલેસ બીલ્ડીંગના સી વીંગમાં રાત્રે તેરમાં અને પંદરમા માળે એકાએક આગ લાગતા નાસભાગ મચી ગઇ હતી. ફલેટના માલીક હિતેશભાઇ કરશનભાઇ પટેલે ફાયરબ્રિગેડને જાણ કરતા મુખ્ય ફાયર સ્ટેશન, મવડી, કાલાવડ રોડ, બેડીપરા ફાયરબ્રિગેડ સ્ટાફ ફાયર ફાયટર સાથે સ્થળ પર પહોંચી ત્રણ કલાક સુધી સતત પાણીનો મારો ચલાવી આગને કાબુમાં કરી હતી. આગમાં ૧૩મા માળે આવેલા ફલેટનું તમામ ફર્નિચર સહિતનો સામાન અને ૧૫મા માળે પણ તમામ ફર્નિચર બળી ગયા હતા. બનાવની જાણ થતા માલવીયાનગર પોલીસ સ્ટાફ પણ સ્થળ પર દોડી ગયા હતા. આગ કયા કારણોસર લાગી તે જાણવા તપાસ થઇ રહી છે. આગામાં લાખોનું નુકસાન થયું હોવાનું ફાયરબ્રીગેડના સુત્રોમાંથી જાણવા મળ્યું છે. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)