લોધીકાના વિદેશી દારૂના ગુન્હામાં ફરાર શેરખાન ઉર્ફે શેરીયો રાજકોટમાં પકડાયો
ભકિતનગર પોલીસે એકતા કોલોનીના ઢાળીયા પાસેથી દબોચ્યો
રાજકોટ તા. ર૦ : લોધીકા પોલીસ મથકમાં કબ્જે થયેલ વિદેશી દારૂના ગુન્હામાં એકમાસથી નાસતા ફરતા શખ્સને ભકિતનગર પોલીસે એકતા કોલોનીના ઢાળીયા પાસેથી પકડી લીધો હતો.
મળતી વિગત મુજબ લોધીકા પોલીસ મથકમાં કબ્જે થયેલ વિદેશી દારૂના ગુન્હામાં ફરાર શખ્સ પ૦ ફુટ રોડ એકતા કોલોનીમાં હોવાની ભકિતનગર પોલીસ મથકના કોન્સ મનીષભાઇ ચાવડા અને કોન્સ વિશાલભાઇ દવેને બાતમી મળતા શેરખાન ઉર્ફે શેરીયો બહાદુરખાન કાબુલ (ઉ.ર૯) (રહે. જંગલેશ્વર શેરી નં. ૩)ને પ૦ ફુટ રોડ પર એકતા કોલોનીના ઢાળીયા પાસેથી પકડી લીધો હતો.શેરખાન અગાઉ નાર્કોટીકસના બે અને વિદેશી દારૂના ગુન્હામાં પકડાઇ ચુકયો છે.આ કામગીરી પી.આઇ.એમ. એમ. સરવૈયાના માર્ગદર્શન હેઠળ પી. એસ. આઇ. એચ. એન.રાયજાદા તથા સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી.
જયારે ડી.સી.પી.ઝોન-રની એલ. સી. બી. ના પી.એસ.આઇ. આર.એચ.ઝાલા સ્ટાફ સાથે પેટ્રોલીંગમાં હતા ત્યારે હેડકોન્સ હરપાલસિંહ જાડેજા તથા કોન્સ જેન્તીગીરી ગોસ્વામીને મળેલી બાતમીના આધારે યુનિવર્સિટી પોલીસ મથકમાં નોંધાયેલ મારામારીના ગુન્હામાં દોઢ મહિનાથી ફરાર અનીરૂધ્ધસિંહ ઉર્ફે કાનો અરવિંદસિંહ વાઘેલા (ઉ.ર૪) (રહે. ધરમનગર આવાસ યોજના કવાર્ટર બ્લોક નં.૧પ કવાર્ટર નં.૪રપ) ને કવાર્ટર પાસેથી ઝડપી લીધો હતો તે મારામારી રાયોટ, નોકોટીકસ તથા દારૂ સહિત છ ગુન્હામાં સામેલ હોવાનું જાણવા મળ્યું છ.ે આ કામગીરી પી.એસ.આઇ. આર.એચ.ઝાલા, હેડ કોન્સ વીરેન્દ્રસિંહ ઝાલા, મૌલિકભાઇ સાવલીયા, હરપાલસિંહ જાડેજા, રાહુલભાઇ ગોહેલ, કોન્સ જેન્તીગીરી ગોસ્વામી, અમિનભાઇ ભલુર, મનિષભાઇ સોઢીયા, જયપાલસિંહ તથા ધર્મરાજસિંહ ઝાલા દ્વારા કરવામાં આવી હતી.