રાજકોટ
News of Saturday, 20th February 2021

વોર્ડ નં. રમાં કમળ સોળે કળાએ ખીલશેઃ મતદાન કરવા ભાજપના ઉમેદવારોની મતદારોને અપીલ

રાજકોટ તા. ર૦ : ચુંટણીના પ્રચાર-પડધમ શાંત થતા પહેલા વોર્ડનં.રના ભાજપના ઉમેદવારો મનિષભાઇ રાડીયા(ઉમેદવાર ક્રમાંક ૯ ) જસ્મીન ઠાકર (ક્રમાંક ૪) ડો. દર્શિતાબેન શાહ (ક્રમાક ૬) અને મીનાબા જાડેજા (ક્રમાક ૧૦) એ કાર્યકરોની વિશાળ ફોજ સાથે સ્કુટર રેલીનું આયોજન કર્યું હતું વોર્ડના મહત્વના વિસ્તારોમં ઉમેદવારોએ લોકસંપર્કમાં મતદારોને અપીલ કરતા કહ્રું હતું કે વોર્ડ નં. રમાં કમળ સોળે કળાએ ખીલી ઉઠશે આ વોર્ડમાં વિવિધ સમાજનું ભાજપને પ્રચંડ સમર્થન છે.

રઘુવંશી સમાજના ધર્મેન્દ્ર મીરાણી, બીપીનભાઇ અઢિયા, ડો. જશુબેન વસાણી, લલીતભાઇ વડેરિયા પોપટ, જેષ્ઠારામભાઇ ચતવાણી, દિનેશભાઇ કારિયા, જૈન સમાજના પંકજભાઇ કોઠારી, જીતુભાઇ મારવાડી, શિરીષભાઇ બાટવિયા, અશ્વિનભાઇ દોશી, બ્રહ્મસમાજના ડો. માધવ દવે, જે.ડી.ઉપાધ્યાય, કિરીટભાઇ પાઠક, અતુલભાઇ પંડિત, દિપકભાઇ ભટ્ટ, પંકજભાઇ જોષી ,નિલેષભાઇ તેરૈયા, ક્ષત્રીય સમાજના યુવરાજસિંહ સરવૈયા, લીલાબા જાડેજા, રાજેન્દ્રસિંહ ગોહીલ, દશરથભાઇ વાળા,અજયસિંહ જાડજા, યશપાલસિંહ જાડેજા, ઇન્દ્રસિંહ ઝાલા, પૃથ્વીસિંહ વાળા, જયકિશનસિંહ ઝાલા અને પ્રજાપતિ સમાજના આગેવાન મોહનભાઇ વાડોલીયાએ મતદાનની અપીલ કરીછે.

વોર્ડ રના ભાજપના ઉમેદવાર મનીષભાઇ રાડિયાએ કહ્યું કે રાજકોટમાં ચુંટણી લડતા અન્ય પક્ષોના પ્રચારની લાગણીમાં આવીને મતદારોએ ખોટા અખતરા નહિ કરવા ટકોર કરતા કહ્યું કે રાજકોટમાં તો અન્ય પક્ષોમાંથી વંડી ઠેકીને આવેલાઓનો શંભુમેળો છે આવા અજાણ્યા પક્ષના ઉમેદવારોને મત આપીને રાજકોટના વિકાસને રૃંધવાના ભાગીદાર બનશો નહિ.

રાડિયાએ વોર્ડ નં. રના મતદારોને કોંગ્રેસના વર્તમાન ઉમેદવારોનો પરિચય આપતા કહ્યું કે રાજકોટમાં કોંગ્રેસ વેરવિખેર છે એક સાંધે ત્યાં તેર તુટે એવી સ્થિતિમાં ચુંટણી લડે છે. રાજકોટની નવી પેઢીના લાખો મતદારો આપ અને કોંગ્રેસથી અપરિચિત છે આ પેઢી રાજકોટના સાશન માટે યોગ્ય પક્ષ એવા ભાજપના ઉમેદવારોનેજ મત આપશે તેની પ્રતિતિ ર૩મી ફેબ્રુઆરીએ થશે.

(3:52 pm IST)