રાજકોટ
News of Saturday, 20th February 2021

વોર્ડ-રમાં અતુલ રાજાણી અને યુનુસ જુણેજાની કોંગ્રેસ પેનલને સતત સેવા કાર્યો બદલ પ્રચંડ સમર્થન

રાજકોટ, તા. ર૦ :  વોર્ડ-રની નગર પાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસની પેનલને તેવા અવિરત સેવા કાર્યોને પ્રચંડ જનસમર્થન મળી રહ્યું છે. માજી કોર્પોરેટર અને ૧૦૮ તરીકે ઓળખાતા અતુલ રાજાણી તથા યુનુસ જુણેજા સતત પ્રચારમાં કાર્યરત હોય ટીમ તેઓના સતત સેવાકાર્યો બદલ ઠેર-ઠેર આવકાર મચી રહ્યો છે.

વોર્ડ નં.ર ના કોંગ્રેસના યુવાન, શિક્ષિત, સાહસિક ઉમેદવાર અતુલ રાજાણીનાં નામ અને લોકસેવાના કામથીરાજકોટમાં ભાગ્યે જ કોઇ અજાણ હશે. વોર્ડ નં. ૩માં સતત છેલ્લી ત્રણ ટર્મથી સક્રિય અને જાગૃત કોર્પોરેટર તરીકે કાર્યરત રહ્યા બાદ હવે ચોથી ટર્મમાં વોર્ડ નં. રમાંથી તેમની પેનલ ચૂંટણી લડી રહી છે. રાજકોટવાસીઓએ ૧પ વર્ષ કોર્પોરેટર તરીકેની લોકસેવા તેમજ સ્થળ પર જઇને પ્રશ્નો ઉકેલવાની કાર્ય પધ્ધતિને બિરદદાવી તેમને ૧૦૮ના હુલામણા નામથી સન્માનિત કર્યા છે.

વોર્ડ નં.રના કોંગ્રેસનાં બીજા ઉમેદવાર અતુલ રાજાણીની પેનલનાં શિક્ષિત, સેવાભાવી અને સ્ત્રી સશકિતકરણનાં બીજા હિમાયતી મહિલા ઉમેદવાર શ્રીમતી દિવ્યાબા હરપાલસિંહ જાડેજા ક્ષત્રિય સમાજમાંથી આવે છે. તેઓ કોંગ્રેસનાં વિદ્યાર્થી નેતા હરપાલસિંહ જાડેજાં ધર્મપત્નિ છે અને ડો. રાજદીપસિંહ જાડેજાનાં પરિવારમાંથી આવે છે. સ્વચ્છ પ્રતિભા ધરાવતા દિવ્યાબા જાડેજાએ વોર્ડ નં.ર ને સમગ્ર શહેરની મોડેલ વોર્ડ બનાવવાના સંકલ્પ સાથે ઉમેદવારી નોંધાવી છે.

વોડ નં. ર નાં કોંગ્રેસનાં ત્રીજા ઉમેદવાર મહિલા ઉમદવાર નિમિષાબેન રૂદ્રવભાઇ રાવલ બ્રહ્મસમાજના પરિવારમાંથી આવે છે. સરગમ કલબનાં સક્રિય મેમ્બર છે. મહિલાઓનાં વિકાસ તેમજ આર્થિક સ્વાવલંબી અને તેમને આત્મનિર્ભર બનાવવા પ્રયત્નશીલ છે. બહેનો માટે બ્યુટી પાર્લર ટ્રેનિંગ કેમ્પનું આયોજન નિઃશૂલ્ક ધોરણે કરી અનેકને પોતાની રીતે આર્થિક ઉપાર્જન કરવા સક્ષમ બનાવ્યા છે. તેમજ બહેનોને વિવિધ પ્રકારનાં કેમ્પો દ્વારા તેમનામાં રહેલી કલા તથા આવડતને ઉજાગર કરી અને આર્થિક રીતે સમૃધ્ધ થાય તેવી પ્રવૃતિ કરી રહ્યા છે. બહેનો દ્વારા બનાવેલી વસ્તુઓને વેચાણ અર્થે મુકી મહિલાઓને પગભર બનાવી રહ્યા છે. મહિલા વિકાસ અને સ્વાવલંબન તથા સ્ત્રી સશકિતકરણ માટે સદા સક્રિય રહેવાનું તેઓ વચન આપે છે.

વોર્ડ નં. રનાં કોંગ્રેસનાં ઉમેદવાર અતુલ રાજાણીની પેનલનાં શિક્ષિત, યુવાન ચોથા ઉમેદવાર યુનુસ હાજીભાઇ જુણેણા હું નહિ આપણેના વિચાર સાથે સમાજસેવા કરતા આગેવાન છે. બિલ્ડીંગ કન્સ્ટ્રકશન અને હોટલના વ્યવસાય સાથે સંકળાયેલા યુનુસ જુણેજા અનેક ધાર્મિક, સામાજિક અને સેવાકીય સંસ્થાઓમાં સક્રિય યોગદાન આપી રહ્યા છે.

જ્ઞાતિ, જાતિ, ધર્મ, સંપ્રદાય કે ગરીબ તવંગર સહિતનાં કોઇપણ પ્રકારના ભેદભાવ રાખ્યા વિના સમાજસેવા કરે છે. ખાસ કરીને ગરીબ દર્દીઓની સેવા કરવામાં કયારેય પાછીપાની કરતા નથી. સમાજમાં કોઇ ભુખ્ય ન રહે કે દુખિયુ ન રહે તે માટે તેમના પ્રયાસો રહે છે. અનેક ગરીબ પરિવારોનાં બાળકોને શાળા-કોલેજોમાં એડમિશન અપાવી શિક્ષતિ બનાવ્યા છે. શહેર અને ગ્રામ્ય વિસ્તારમાંથી આવતા ગરીબ, નિરાધાર અને જરૂરીયાતમંદ દર્દીઓની સેવા કરતા રહે છે. તાજેતરમાં જ લોકડાઉન અને કોરોનાનાં સમયગાાળમાં અનેક ગરીબ પરિવારોને રોશનકીટનું વિતરણ કર્યુ હતું. સિવિલ હોસ્પિટલ ચોક નજીક કોર્ટ બિલ્ડીંગ પાસે તેમની ઓફિસ અનેક લોકોને કાનૂની પ્રશ્નોમાં પણ મદદરૂપ થાય છે.

હિન્દુ-મુસ્લિમ એકતાનાં પ્રતિક સમાન હઝરત ગૈબનશાહ પીર દરગાહ શરીફનાં ટ્રસ્ટમાં ર૦ વર્ષથી ટ્રસ્ટી તરીકે સેવા આપેલી છે. શ્રી ગુરૂદત ચેરીટેબલ ટ્રસ્ટ, જય ગુરૂદત્ત ગૌશાળા, અન્નક્ષેત્ર ટ્રસ્ટમાં પણ સેવા આપી રહ્યા છે. કુવાડવા રોડ ઉપર દરગાહ શરીફનું નવું બાંધકામ તેમજ પોપટપરા કબ્રસ્તાનમાં દિવાલનું નિર્માણનું કાર્ય સહિતના સેવાકાર્યો કરી રહ્યા છે.

(3:48 pm IST)