રાજકોટ
News of Monday, 20th March 2023

કાલે રીજીયોનલ સાયન્‍સ સેન્‍ટર દ્વારા ગણિત - વિજ્ઞાન આધારિત કવિ સંમેલન

રસ ધરાવનાર સૌને કૃતિ રજુ કરવા માટે નિયંત્રણ

રાજકોટ તા. ૨૦ : રીજીયોનલ સાયન્‍સ સેન્‍ટર માધાપર, જામનગર રોડ રાજકોટને ગુજરાત સરકારના વિજ્ઞાન અને પ્રાધ્‍યોગીકી વિભાગનાં નેજા હેઠળ કાર્યરત ગુજરાત કાઉન્‍સિલ ઓન સાયન્‍સ એન્‍ડ ટેકનોલોજી (ગુજકોસ્‍ટ) હેઠળ વિકસાવામાં આવેલ છે. રીજીયોનલ સાયન્‍સ સેન્‍ટર -  કાર્યરત છે. ત્‍યાં કાલે તા. ૨૧મી માર્ચ મંગળવારે ‘વિશ્વ કવિતા દિવસ' નિમિતે અનોખી પહેલ કરવામાં આવેલ છે. જેમાં, STEM એટલે કે સાયન્‍સ, ટેક્‍નોલોજી, એન્‍જીિનયરીંગ અને ગણિત જેવાં વિવિધ ક્ષેત્રો પર આધારિત ‘વિજ્ઞાન કવિ સંમેલન'નું આયોજન કરવામાં આવેલ છે.

જેમાં વિજ્ઞાન અને કળા-સંસ્‍કૃતિ-સાહિત્‍યના  અનોખા સંગમ સાથે ‘વિજ્ઞાન કવિ સંમેલન'નું આયોજન છે. વિવિધ ક્ષેત્રો પર યુવા ઊભરતાં કવિઓ, કવિ હ્રદયી વૈજ્ઞાનિકો અને સાહિત્‍ય પ્રેમી જાહેર જનતાંને પોતાની કૃતિઓ મંચ પરથી રજૂ કરવા માટે આમંત્રિત કરવામાં આવે છે. ઇચ્‍છુક કવિઓ પોતાની કૃતિઓને કાર્યક્રમમાં રજૂ કરવાં આપેલ લિન્‍ક https://bit.ly/3JH54qf પર રજીસ્‍ટ્રેશન કરાવી શકે છે. આ વિજ્ઞાન અને કળા-સંસ્‍કૃતિ-સાહિત્‍યના અનોખા સંગમ સાથેનું ‘વિજ્ઞાન કવિ સમ્‍મેલન'નો ભાગ બનવા અને વધુ માહિતી માટે (૦૨૮૧) ૨૯૯૨૦૨૫ પર સંપર્ક કરવાં જણાવાયું છે.

(4:02 pm IST)