રાજકોટ
News of Tuesday, 20th April 2021

પોસ્ટ ઓફીસમાં કોરોનાનો પડાવઃ વધુ ર૪ને કોરોના વળગ્યોઃ રીજીયોનલમાં એક સાથે ૧૦ ઝપટે

H.O.માં-૩, બેડીપરા પોસ્ટ ઓફીસમાં-૬, અને પોસ્ટલ કોલોનીમાં-પને પોઝીટીવ

રાજકોટ તા. ર૦ :.. રાજકોટ પોસ્ટ ઓફીસમાં છેલ્લા ૪૮ કલાકથી કોરોનાએ આતંક ફેલાવ્યો છે, ર૪ કલાકમાં વધુ ર૪ ને કોરોના વળગતા હાહાકાર મચી ગયો છે, એક પછી એક સ્ટાફ કોરોનાની ઝપટે આવી રહ્યા છે. સાધનોના ઉમેર્યા પ્રમાણે હેડ પોસ્ટ ઓફીસમાં આજે બે પોસ્ટમેન સહિત ૩ને કોરોના જાહેર થયો હતો, તો ઉપર ત્રીજા માળે બેસતી રીજીયોનલમાં ગત રાત્રે ટેસ્ટ દરમિયાન ૧૦ને કોરોના પોઝીટીવ આવતા હોમ કોરોન્ટાઇન કરી દેવાયા છે, આ ઉપરાંત બેડીપરા પોસ્ટ ઓફીસમાં ૬, કર્મચારીઓને, અને પોસ્ટલ કોલોની પોસ્ટ ઓફીસમાં પને કોરોના પોઝીટીવ આવતા બંને કચેરી સેનેટાઇઝ કરી દેવાઇ છે, બંને કચેરી હાલ સૂમસામ છે.

(3:01 pm IST)