રાજકોટ
News of Tuesday, 20th April 2021

કોરોના સંક્રમણની સાંકળ તોડવા સોનીબજારમાં કાલથી સોમવાર સુધી સ્વૈચ્છીક લોકડાઉન પાળશે

ગોલ્ડ ડીલર્સ એસો. ની મોટી જાહેરાત : ઝવેરીબજારના તમામ વેપારી ભાઈઓને સ્વૈચ્છીક બંધમાં જોડાવવા અપીલ

રાજકોટ : રાજકોટ સહીત સમગ્ર રાજ્યમાં કોરોનાએ કહેર વર્તાવ્યો છે, દિન પ્રતિદિન કોરોના કેસમાં વધારો થઇ રહયો છે સૌરાષ્ટ્ર-ગુજરાતના અનેક શહેરો અને ગ્રામ્યમાં આંશિક - સ્વૈચ્છીક બંધ પાળીને કોરોનાની ચેઇન તોડવા પ્રયાસ થઇ રહ્યાં છે ત્યારે એશિયાની ગોલ્ડ હબ મનાતી રાજકોટની સોની બજારમાં કાલથી સોમવાર સુધી સ્વૈચ્છીક લોકડાઉન રાખવા રાજકોટ ગોલ્ડ ડીલર્સ એસો, દ્વારા નિર્ણય કરાયો છે

  રાજકોટ ગોલ્ડ ડીલર્સ એસો,ના ચેરમેન પ્રભુદાસભાઇ પારેખ અને પ્રમુખ ભાયાભાઇ સાહોલિયાએ રાજકોટ સોનીબજારમાં ચાર દિવસના સ્વૈચ્છિક બંધમાં જોડાઈને કોરોનાની ચેન તોડવાના પ્રયાસમાં તમામ વેપારી ભાઈઓને  સહયોગ આપવા અપીલ કરી છે

 અત્રે ઉલ્લેખનીય છે કે ગત સપ્તાહમાં પણ સોનીબજારમાં ત્રણ દિવસનું સ્વૈચ્છીક લોકડાઉન રાખવા જાહેરાત કરાઈ હતી

(3:26 pm IST)